હીરાસર ખાતે બની રહેલા ઈન્ટરનેશનલ ગ્રીન ફિલ્ડ એરપોર્ટ પર ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરવા સીએમ ભુપેન્દ્ર પટેલ અને તેમનો કાફલો આવી પહોચ્યો હતો જેથી કવરેજ માટે રાજકોટથી માહીતિ વિભાગની ટીમ રાજકોટના મીડિયા કર્મીઓને પણ સાથે લઇ ગઈ હતી.જોકે આ કાર્યક્રમ દરીયાન રાજકોટ ડીસીપી ઝોન 1ના પ્રવીણ મીણાએ એક મીડિયા કર્મી સાથે અશોભનીય વર્તન કરી જાણે મીડીયા કર્મી કોઈ આતંકવાદી હોય તેવું વર્તન કર્યું હતું.તેમના વાહનો ડીટેઈન કરી કવરેજ કરતા અટકાવ્યા હતા.

આ ઘટનાને પગલે મીડિયા કર્મીઓ પણ રોષ પ્રસરી ગયો હતો સમગ્ર ઘટનાની જાણ થતા પ્રથમ મંત્રી અરવિંદ રૈયાણી આવી પહોચ્યા હતા અને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો જોકે મીડિયા કર્મીનો રોષ શાંત ન થતા અંતે સીએમ ભુપેન્દ્ર પટેલે પણ દરમિયાન ગીરી કરી હતી અને તેમના સ્ટાફ દ્વારા કરાયેલ વર્તુણકની માફી માગી હતી તેમજ ફરીવાર આવી કોઈ ભૂલ નહી થાય તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

