હળવદ માળિયા હાઈવે પર આવેલ અણીયારી ટોલ નાકા પાસે મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની મોરબી એલસીબી પીએસઆઈ એન એચ ચુડાસમા અને તેનીટીમને બાતમી મળી હતી બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન ટોલનાકા પાસેથી જીજે 06 ઝેડ ઝેડ 3206 નંબરના આઈસર વાહનને અટકાવી તલાશી લેતા આઈસર ચાલકે વાહના મેડીસીન હોવાનું જણાવ્યું હતું એન તેની બિલ્ટી,ઇવે બીલ વગેર બતાવી હતી જોકે પોલીસને શંકા જતા તુરત તમામ કાર્ટુનની તલાસી લીધી હતી અલગ અલગ બ્રાંડની રૂ 30,99,000ની કિમતની 6960 બોટલ મળી આવી હતી.

જે બાદ પોલીસે આઈસર ચાલક બળવંતસિંગ સોનારામ સાહું નામના આઈસર ચાલકને ઝડપી લીધો હતો અને માળિયા પોલીસ મથક હવાલે કર્યો પોલીસે આરોપી પાસેથી મોબાઈલ ફોન,8900 રોકડા,આધાર કાર્ડ દારૂ છુપાવવા ઢાકેલ 67 બોરી ભૂસું સહીત રૂ 32,70 900નો મુદામાલ જપ્ત કર્યો હતો આરોપીની પુછપરછ કરતા માલ વડોદરાના વિનોદ સિંધીએ મોકલ્યો હતો અને રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના માધુસિંહ રાજપૂતે ભરાવ્યો હતો જોકે માલ ક્યા લઈને જતો હતો અને કોણે મગાવ્યો હતો તે અંગે પોલીસ કોઈ વિગત ઓકાવી શકી ન હતી હાલ બનાવ અંગે માળિયા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

