HomeGujaratમોરબીમાં પાણી ચોરો તવાઈ, શહેરના ગેરકાયદે કનેક્શન કાપવા ચીફ ઓફિસરનો આદેશ

મોરબીમાં પાણી ચોરો તવાઈ, શહેરના ગેરકાયદે કનેક્શન કાપવા ચીફ ઓફિસરનો આદેશ

મોરબી શહેરમાં વધી રહેલા પાણીની તંગીની સમસ્યા વચ્ચે પાલિકાએ પાણી ચોરી અટકાવવા એક્શન મોડમાં આવી છે અને શહેરી વિસ્તારમાં તેમજ પાલિકાની માલિકીની પાઇપલાઈનમાં ગેરકાયદે કનેક્શન કાપવા ચીફ ઓફિસર દ્વારા આદેશ કરવામાં આવ્યો છે અને આ માટે એક ખાનગી એજન્સીને પણ નીમવામાં આવી છે.


ઉનાળો નજીક આવતાની સાથે મોરબી શહેરમાં પીવાના પાણીની જરૂરીયાત વઘી ગઈ છે. તો બીજી તરફ પાલિકા વિસ્તારમાં આડેધડ ખડકી દેવાયેલા એપાર્ટમેન્ટ તેમજ પાલિકા વિસ્તારમાં ન આવતા હોવા છતાં નગરપાલિકાની પાણીની લાઈનમાંથી ગેરકાયદે કનેક્શન લઇ લેવાયા છે. જેના કારણે છેવાડાના વિસ્તારમાં પીવાના પાણીના પણ ફાફા પડી રહ્યા છે. પાલિકા વીસ્તારમાં પાણીની ફરિયાદ ઉઠતા આજે ચીફ ઓફિસર દ્વારા એક ખાનગી એજન્સીને આદેશ કરી પાલિકા વિસ્તારમાં લેવાયેલ ગેરકાયદે કનેક્શન કાપવા આદેશ કરવામાં આવ્યો છે. મોરબી શહેરમાં આગામી સમય ગેરકાયદે કનેક્શન ધારકો પર પાલિકા તવાઈ બોલાવશે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW