અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022 ફાઈનલની મેચમાં ગુજરાત ટાઈટન્સે રાજસ્થાન રોયલ્સને (Rajasthan Royals) 7 વિકેટથી પરાસ્ત કરીને ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો. પહેલી જ વખતમાં IPLમાં ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમે બોલિંગ અને બેટિંગ બંનેમાં શાનદાર પ્રદર્શ દેખાડ્યું હતું.
નિર્ણય આવો હતો: રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. પણ કેપ્ટન હાર્દિક પંડ્યાએ રાજસ્થાનની 3 વિકેટ ઝડપી રાજસ્થાનની ટીમને ઘૂંટણિયે પાડી દીધી હતી. રાજસ્થાનની ટીમ 20 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 130 રન બનાવી શકી હતી. જો કે, 131 રનોના સ્કોરનો પીછો કરવા ઉતરેલી ગુજરાત ટાઈટન્સની ટીમની ખરાબ શરૂઆત થઈ હતી.

હાર્દિકની બેટિંગ: પણ બોલિંગ બાદ બેટિંગમાં પણ હાર્દિક પંડ્યા ગુજરાત માટે સંકટમોચકની ભૂમિકામાં જોવા મળ્યો હતો. જો કે, હાર્દિક 34 રન બનાવીને આઉટ થતાં મેચ રોમાંચક બની ગઈ હતી. પણ ત્યારબાદ આવેલાં ડેવિડ મિલરે કિલર વિસ્ફોટક બેટિંગ કરતાં ગુજરાતની ટીમને સિક્સ ફટકારી ચેમ્પિયન બનાવી દીધી હતી. ડેવિડ મિલરે 19 બોલમાં 32 રન બનાવ્યા હતા. જો કે, ગુજરાતની ટીમના ઓપનર શુભમન ગિલે પણ ક્રીઝ પર ઉભો રહીને શાનદાર ઈનિંગ્સ રમી હતી. ગિલે ટીમ માટે 45 રન બનાવ્યા હતા. આમ રાજસ્થાનનું ફરીથી ચેમ્પિયન બનવાનું સ્વપ્ન રોળાયું હતું, જ્યારે ગુજરાત ટાઈટન્સ પહેલીવારમાં જ ચેમ્પિયન બની ગયું હતું.
આવી રહી રણનીતિ: 130 રનોનો સ્કોરનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમની પણ ખરાબ શરૂઆત થઈ હતી. ગુજરાતના ઓપનર રિદ્ધિમાન સહા 5 રન બનાવીને આઉટ થઈ ગયો હતો, જ્યારે મેથ્યુ વેડ પણ 8 રન બનાવીને આઉટ થયો હતો. ગુજરાતની બે વિકેટ પડી ગયા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ માટે ઉતર્યો હતો. અને સંકટમાં મુકાયેલી ગુજરાતની ટીમ માટે હાર્દિક પંડ્યાએ સંકટમોચકની ભૂમિકા ભજવી હતી. અને ટીમને સંભાળતાં 34 રન બનાવ્યા હતા.

ચાહલની વિકેટ: જો કે, 34 રન બાદ યુઝવેન્દ્ર ચહલે તેની વિકેટ ઝડપી હતી. જે બાદ મેચ ભારે રોમાંચક બની ગઈ હતી. જો કે, ડેવિડ મિલરે વિસ્ફોટક ઈનિંગ્સ રમતાં ગુજરાતની ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો. ડેવિડ મિલરે સિક્સ ફટકારીને ગુજરાતની ટીમને વિજય અપાવ્યો હતો. કિલર મિલરે માત્ર 19 બોલમાં 32 રનોની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત એક બાજુ ગુજરાતની ટીમની વિકેટો પડતી હતી ત્યારે ઓપનર શુભમન ગિલ છેક છેલ્લે સુધી ક્રીઝ પર ઉભો રહ્યો હતો, તેણે 43 બોલમાં 45 રનોની શાનદાર ઈનિંગ્સ રમી હતી. 18.1 ઓવરના અંતે 3 વિકેટ ગુમાવીને ગુજરાતની ટીમે 133 રન બનાવ્યા હતા.

