હળવદના ચાડધ્રા ગામ નજીક બ્રાહ્મણી નદીમાં ચાલતી ખનીજ ચોરી અંગેની જાણ થતા ખાણખનીજ વિભાગની ટીમે દરોડા પાડ્યા હતા અને ખનીજ ચોરી પકડી હતી આ ખનીજ ચોરીની ઘટનામાં ખાણ ખનીજ વિભાગે અલગ અલગ 2 ફરિયાદ નોધાવી છે જેમાં પ્રથમ ફરિયાદ જીજે 25 બી7890 નંબરના એસ્કેવેટર મશીનના ચાલક હબીબ હાસમ સંધી સામે નોધાવી છે જેમાં આરોપી સામે ખાણ ખનીજ વિભાગની કોઈ પણ પ્રકારની લીગલ પરમિશન વિના આડેધડ 7,97,878ની કિમતની 3324 .49 મેટ્રિક ટન રેતી ચોરી કરવા અંગે ફરિયાદ નોધાઈ છે તો બીજી એક ફરિયાદ જેજે ૨૫ બી 8677 નબરના મશીનના માલિક વિરુદ્ધ ચાડધ્રા ગામમાં પરમીશન વિના બ્રાહ્મણી નદીમાંથી રૂ 8,99,667ની કિમતની 3748.61 મેટ્રિક ટન રેતી ચોરી કરવા અંગે ફરિયાદ નોધાવી છે બન્ને ફરિયાદ આધારે પીએસઆઈ આર બી ટાપરિયાએ તપાસ હાથ ધરી છે

