મોરબી શહેરમાં આડેધડ થઈ રહેલા ગેરકાયદે બાંધકામ પર પાલિકાનું જરા પણ અંકુશ ન હોય તેમ આડેધડ કોઈ પણ પ્રકારની મંજૂરી વિના ખડકાઇ રહ્યા છે. અને બાદમાં ઇમપેક્ટ ફી ના નામે રેગ્યુલર કરવાના કારસ્તાન થઈ રહ્યા છે મોટા પાયે થતા ભ્રષ્ટાચારને કોઈ અટકાવનાર મોરબી શહેરમાં છે કે કેમ તેમ લાગી રહ્યું છે. જિલ્લા કલેક્ટર પણ જાણે શહેરમાં આ રીતે આડેધડ બાંધકામ પર કોઈ એકશન લેવાને બદલે ધૂતરરાષ્ટ્ર બની આંખ બંધ કરી દીધી છે જેના કારણે ગેરકાયદે બાંધકામ કરતા તત્વોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ લાગી રહ્યું છે. આવું જ એક બાધકામ રવાપર રોડથી જેલ રોડ તરફ જતા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા પર ખડકાંઈ ગયું છે. આ જગ્યા પર આંખેઆખું કોમ્પ્લેક્સ કોની મંજુરીથી ખડકાઇ રહ્યો છે તે એક સવાલ છે. મોરબીના રવાપરથી લઈ છેક મચ્છું નદી સુધીના માર્ગ તેમજ શનાળા રોડ પરથી આ વોકળા પર અનેક કોમ્પ્લેક્સમાં ખડકાઇ ચુક્યા છે આ જુના કોમ્પ્લેક્સ અને બાંધકામ ખડકાઇ ગયા હોવા છતાં આજદિન સુધી તેમના પર કોઈ કાર્યવાહી થઈ ન હતી. ત્યારે વધુ એક બિલ્ડીંગ ખડકાઇ જતા આ બાબતે સામાજિક કાર્યકર રાજુ દવે અને અન્ય કાર્યકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપી કાર્યવાહી કરવા માગણી કરી છે.

