HomeGujaratરેસ્ટોરાંમાં જઈને સોફ્ટડ્રીંક મંગાવતા ચેતજો,બે ઘૂંટડા પીધા બાદ ગરોળી તરતી આવી

રેસ્ટોરાંમાં જઈને સોફ્ટડ્રીંક મંગાવતા ચેતજો,બે ઘૂંટડા પીધા બાદ ગરોળી તરતી આવી

ઠંડાપીણાનો ઓર્ડર કોઈ મોટી રેસ્ટોરાંમાં કરતા તો હવે ચેતજો. અમદાવાદના સોલા સાયન્સ સિટી રોડ પર આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટ મેકડોનાલ્ડમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટમાં આવેલા એક ગ્રાહકે ઠંડાપીણાનો ઓર્ડર કર્યો હતો. ગ્રાહકે મંગવેલા આ ઠંડાપીણાના બે ઘૂંટ પીધા હતા અને પછી ગરોળી એમાંથી ઉપર તરીને આવતા દેકારો થઈ ગયો.

છેવટે આ વાતની જાણ કોર્પોરેશના હેલ્થ ફૂડ વિભાગને કરવામાં આવતા કાર્યવાહી હાથ ધરીને રેસ્ટોરન્ટને સીલ મારી દીધું હતું. મહત્વનું છે કે, ભૂતકાળમાં પણ ઠંડાપીણામાંથી જીવજંતુઓ નીકળ્યા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

સત્યમેવ એમીનન્સ બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર પર હાર્ડકેસ્ટલ રેસ્ટોરન્ટ પ્રા.લિ. (મેકડોનાલ્ડ ફેમિલી રેસ્ટોરન્ટ) આવેલી છે. અહીં આવેલા ભાર્ગવ દિનેશકુમાર જોશી નામના ગ્રાહકે કોકનો ઓર્ડર કર્યો હતો. કોક આવ્યા પછી તેઓએ બે ઘૂંટ પીધા હતા અને પછી ગરોળી તરીને ઉપર આવી હતી. કોકમાંથી ગરોળી નીકળતા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો. હોબાળો થયા બાદ મેકડોનાલ્ડનો સ્ટાફ પણ સ્તબ્ધ થઈ ગયો હતો અને ગ્રાહકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગરોળીવાળી કોક મેકડોનાલ્ડને આપી નહોતી અને તેની ફરિયાદ મ્યુનિસિપલ હેલ્થ ફૂડ વિભાગને કરી હતી. જે બાદ મ્યુનિસિપલ હેલ્થ ફૂડ વિભાગના અધિકારીઓ તરત જ રેસ્ટોરન્ટ ખાતે પહોંચ્યા હતા. બાદમાં આ અધિકારીઓએ ગરોળીવાળા કોકના નમૂના લીધા હતા. જેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલી આપ્યા હતા. સાથે જ અધિકારીઓએ જાહેર આરોગ્ય સાથે ચેડા કરવાના આરોપસર મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટને નોટિસ આપી સીલ કરી દીધી હતી. આ સિવાય અધિકારીઓએ માધુપુરા વિસ્તારમાં જય માતાજી ટ્રેડર્સ નામના વેપારીને ત્યાંથી મરચુ, રેશમપટ્ટી મરચું, ધાણા પાવડર અને હળદર પાવડરના નમૂના લઈ 1570 કિલો જથ્થો સ્થગિત કર્યાનો દાવો કર્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,440SubscribersSubscribe

TRENDING NOW