HomeGujaratCentral Gujaratઓનલાઇન લોન આ ભાઈને 1.44 લાખમાં પડી, જાણો કેવી રીતે

ઓનલાઇન લોન આ ભાઈને 1.44 લાખમાં પડી, જાણો કેવી રીતે

નિકોલ પાસેના ભુલાવડી ગામમાં રહેતા 52 વર્ષીય વ્યક્તિને ફેસબુક પર ઓનલાઇન લોન માટેની ઓફર આવી હતી. જેના આધારે લોન લેવા જતા તેને રૂપિયા 1.45 લાખ ગુમાવવાનો વારો આવ્યો છે. આ અંગે નિકોલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મનોજ પટેલ કઠવાડા જીઆઇડીસીમાં આવેલી એક કંપનીમાં સુપરવાઇઝર તરીકે નોકરી કરે છે. થોડા મહિના પહેલા તેમના ફેસબુક પર બજાજ ફાઇનાન્સની લોન ઓફર માટેની લીંક મળી હતી. આ સમયે તેમને નાણાંની જરૂરિયાત હોવાને કારણે લીંકમાં જણાવેલા મોબાઇલ નંબર પર કોલ કરીને લોન માટેની પુછપરછ કરી હતી. જેમાં સામેથી વાત કરતા વ્યક્તિએ પોતાની ઓળખ બજાજ ફાઇનાન્સમાં કામ કરતા કર્મચારી તરીકે આપીને લોન પ્રોસેસના નામે અલગ અલગ સમયે કુલ 1.45 લાખની રકમ ગુગલ પેના માધ્યમથી વિવિધ એકાઉન્ટમાં જમા કરાવી હતી. તેમ છંતાય, કોઇ લોન આપી ન હોતી. આમ આ ફેક લિંક હોવાનુ જાણવા મળ્યુ હતું.

પ્રોસેસીંગ ફી અને અન્ય ફી ના નામે નાણાંની માંગણી ચાલુ રહેતા મનોજ પટેલને શંકા ગઇ હતી અને તેમણે લોન લેવાનું રદ કરાવીને તેણે જમા કરાવેલા નાણાં પરત માંગ્યા હતા. પરંતુ, ત્યારબાદ બજાજ ફાઇનાન્સના નામે વાત કરી રહેલા ગઠિયાએ ફોન સ્વીચ ઓફ કરી દેતા છેતરપિંડી થયાનો અહેસાસ થતા તેણે નિકોલ પોલીસ સ્ટેશનમાં અરજી કરી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW