HomeGujaratCentral Gujaratદુલ્હનની એન્ટ્રીમાં આડરૂપ બની રહેલા સ્કૂટરને હટાવવાનું કહેતા પાડોશીએ દેવાવાડી કરી

દુલ્હનની એન્ટ્રીમાં આડરૂપ બની રહેલા સ્કૂટરને હટાવવાનું કહેતા પાડોશીએ દેવાવાડી કરી

બુધવારે મોડી રાતે શહેરના આંબાવાડી વિસ્તારમાં 16 વર્ષના એક છોકરા પર તેની પિતરાઈ બહેનના પ્રી-વેડિંગ ફંક્શન દરમિયાન એન્ટ્રીમાં આડરૂપ બની રહેલા સ્કૂટરને હટાવવાનું કહેતાં પાડોશીએ હુમલો કર્યો હતો.

38 વર્ષીય મનોજ ડાંગર અને તેનો મોટો ભાઈ પ્રવિણ ડાંગર (ઉંમર 42) બુધવારે રાતે ગરબાના કાર્યક્રમની તૈયારી કરી રહ્યા હતા, જ્યાં પ્રવિણની દીકરી દેવ્યાની ઓપન કારમાં એન્ટ્રી મારવાની હતી. ગુરુવારે દેવ્યાનીના લગ્ન હતા. કમલેશ મનુનું સ્કૂટર ડાંગરના ઘરની સામે રસ્તા વચ્ચે પાર્ક કરવામાં આવ્યું, જેના કારણે ગરબા ઈવેન્ટમાં દેવ્યાનીની એન્ટ્રી પર અવરોધ ઉભો થતો હતો. જેના કારણે મોટી માથાકૂટ થઈ હતી.

મનુએ ચાવડાને કહ્યું હતું કે, તેઓ બીજે ક્યાંક જગ્યાએથી પણ એન્ટ્રી લઈ શકે છે, આ સિવાય તેણે તે પોતાનું સ્કૂટર અન્ય જગ્યાએ પાર્ક નહીં કરે તેમ પણ કહ્યું હતું. મનોજ ચાવડા અને મિતેષે સહેજ ભાર આપતાં, મનુએ તેમને ગાળો આપવાનું શરૂ કરી દીધું હતું અને ઝઘડો કરવા લાગ્યો હતો.

એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી ફરિયાદ પ્રમાણે તપાસ શરૂ કરી દેવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW