સલામત સવારી એસટી અમારીના મોટા મોટા સ્લોગન કરતા એસટી વિભાગની સેવા ગ્રામ્ય સ્તરે ખખડધજ છે ગુજરાત સરકારની બસ સેવા હાલ બદતર બની ગઈ છે. ડેપો બસ સ્ટેન્ડ મેનેજરના ઢીલી નીતિની કારણે હમેશા સરકારી બસની સેવા અસુવિધા નજરે પડી રહી છે. મોરબી જીલ્લા ના મોરબી બસ સ્ટેન્ડ ડેપો ની સરકારી બસ બે કી.મી અંતર કાપ્યા પહેલાં જ કફોડી હાલત મા બંધ પડી જતી હોય છે આજે પણ મોરબીથી ઘાટીલા તરફ જતી એસટી બસ અચાનક બંધ પડી ગઈ હતી. જે બાદ મુસાફરોને જાતે ધક્કા મારી બસ ચાલુ કરવાની ફરજ પડી હતી

