રાજકોટ શહેરના જામનગર રોડ પર, એરપોર્ટ બગીચા સામે જતા રોડ પર રેલનગર અન્ડરબ્રિજ પાસે ફાયરિંગ થયા અંગેની વિગત પોલીસને મળતા જ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટિમો સહિત અધિકારીઓની ટીમ દોડી ગઈ હતી.

શહેરમાં જામનગર રોડ નજીક રેલનગર અન્ડરબ્રિજ જતા રોડ પાસે ફાયરિંગ કરી જીએસટી અધિકારીના ડ્રાઇવરની હત્યા કરાઈ છે. બનાવમાં ફાયરિંગથી અન્ય 3 લોકોને ઇજા થઈ છે. શહેરમાં જામનગર રોડ નજીક રેલનગર અન્ડરબ્રિજ જતા રોડ પાસે ફાયરિંગ કરી જીએસટી અધિકારીના ડ્રાઇવરની હત્યા કરાઈ છે. બનાવમાં ફાયરિંગથી અન્ય 3 લોકોને ઇજા થઈ છે. તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. મૃતક સુભાષ ગઢવી જીએસટી કમિશનરના ડ્રાઇવર હોવાનું જાણવા મળે છે અને તેઓ રેલનગરના શિવ દ્રષ્ટિ પાર્કમાં રહે છે. બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

