યુથ કોંગ્રેસ દ્વારા આજથી બેરોજગારીના વિરોધમાં રાજ્યવ્યાપી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે આજે યુથ કોંગ્રેસના પ્રમુખ વિશ્વનાથ વાઘેલાની આગેવાનીમાં ગાંધીનગરથી આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. જેમાં ભાજપ સરકારના સાશનમાં વધતી જતી બેરોજગારી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આગામી 17 જૂન સુધી આ અભિયાન ચલાવવામાં આવશે. સાથે સાથે શ્રમ રોજગાર કચેરીનો ગેરાવ ઉપરાંત તમામ વિધાનસભા બેઠકો ઉપરથી બેરોજગાર યુવાનો પાસે કોંગ્રેસ વિશેષ ફોર્મ ભરાવી વર્તમાન ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે. આ કાર્યક્રમમાં વિપક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્યના દરેક જિલ્લાની જિલ્લા રોજગાર કચેરીઓમાં વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો. જોકે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે કોંગ્રેસ ને પરવાનગી આપી ન હોવાથી કોંગ્રેસના નેતાઓની સત્યાગ્રહ છાવણી થી અટકાયત કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં વધતી બેરોજગારી ના મુદ્દા ને ઉજાગર કરવા કોંગ્રેસ દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.


