રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ગરમીમાંથી આંશિક રાહત મળ્યા ફરી એકવાર મૌસમનો મિજાજ બદલાવવાનો છે. આગામી 48 કલાકમાં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 19 અને 20 તારીખે હિટવેવની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પ[આરો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. રાજ્યમાં સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર રહ્યું હતું.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં હાલ કાળઝાળ ગરમી યથાવત રહેશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી 2 દિવસ હિટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, કચ્છમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં 19 અને 20 તારીખે હિટવેવની આગાહી કરવામાં આવી છે.આગાહી પ્રમાણે, દક્ષિણ ગુજરાતમાં 20 અને 21 તારીખે વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે ગુજરાતમાં જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ દસ્તક આપી શકે છે.

ગુજરાતમાં જૂનના બીજા અઠવાડિયામાં ચોમાસુ એન્ટ્રી મારી આપી શકે છે. રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી મેના અંત સુધીમાં શરૂ થઇ શકે છે.15થી 20 જૂન સુધીમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. ભારત માટે દક્ષિણ પશ્ચિમનું ચોમાસુ લાઈફલાઈન સમાન ગણાય છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યાં મુજબ 16મીએ આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયું છે. ત્યાંથી કેરળ તરફ એટલે કે કેરળમાં જે સામાન્ય રીતે ચોમાસું બેસવાની તારીખ છે પહેલી જૂન તે આ વખતે ચોમાસું વહેલું બેસી શકે છે અને 27 તારીખ સુધીમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.

