આણંદની RTO કચેરીમાં બોગસ લાઇસન્સ કૌભાંડમાં ત્રણ અધિકારી સસ્પેન્ડ થયા છે. જેમાં આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર પી.કે. પટેલ, આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર યૂ.ડી ત્રિવેદી અને ઇલાબેન દેસાઇ પણ સસ્પેન્ડ થયા છે. આ તમામ લોકો કોમ્પ્યુટરમાં ડેટા વિના બારોબાર લાઇસન્સ ઇશ્યૂ કરતા હતા.
આણંદ આરટીઓ કચેરીના બે આસિસ્ટન્ટ ઇન્સપેક્ટર અને એક મહિલા અધિકારીની સંડોવણી બારોબાર લાઇસન્સ આપી દેવાના મામલે સામે આવી હતી. જેના પર હવે વાહન વ્યવહાર કમિશનરે પગલા લેતા ત્રણેય ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ તમામ લોકો કોમ્પ્યુટરમાં ડેટા વિના બારોબાર લાઇસન્સ ઇશ્યૂ કરી કૌભાંડ આચરતા હતા. બોગસ લાઇસન્સ કૌભાંડમાં ત્રણ અધિકારી સસ્પેન્ડ થયા છે. આ અંગે ખુલાસો થયા બાદ વાહન વ્યવહાર કમિશનરે આ ત્રણેય ભ્રષ્ટ અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

