દેશભરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બિલ્ડીંગ મટીરીયલમા લોખંડ, સિમેન્ટ, ઈંટો વગેરે મટીરીયલના ભાવમા અતિશય વઘારો થતા બાંઘકામ ક્ષેત્રેમા તેની માઠી અસર પડી છે. જેના કારણે ડોમેસ્ટીક બજારમા છેલ્લા ૪-૫ મહિનાથી સીરામીક ટાઈલ્સ અને સેનેટરીવેરની માંગ ૪૦ % જેવી ઘટી ગઈ છે. તેમજ એક્સપોર્ટમા છેલ્લા ૧૦-૧૨ મહિનાથી શીપીંગલાઈનના ભાડા અતિશય વઘી જવાથી એક્સપોટઁમા પણ ઘટાડો થયો છે, હાલ ચાલી રહેલા રશિયા અને યુક્રેનના યુઘ્ઘના કારણે છેલ્લા 6 મહિનામાં ગુજરાત ગેસમાં બમણાથી વધુ ભાવ વધારો થયેલ હોવાથી ટાઈલ્સ અને સેનેટરીવેરમા ઉત્પાદન કોસ્ટ ખુબજ વઘવાથી ચાઈના સામે વૈશ્વિક લેવલે એક્સપોર્ટમાં પણ ટકી રહેવુ એક મોટી મુશ્કેલી છે, માટે ઉદ્યોગોને હાલની આવી સમસ્યામા બજારમા ટકી રહે તે માટે ગેસના ભાવ ઘટે તે ખુબ જ જરુરી છે તે માટે શ્રમ કોશલ્ય વિભાગ, રોજ્ગાર અને પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા સાથે મોરબીના સર્કીટ હાઉસમાં સિરામિક એસોસીએશન પ્રમુખ મુકેશભાઈ કુંડારીયા તેમજ અન્ય ઉદ્યોગકારોએ મળીને રજુઆત કરી હતી આ બાબતે મંત્રીએ હકારાત્મક અભિગમ સાથે વહેલી તકે યોગ્ય નિર્ણય કરવાની ખાતરી આપી હતી.

