અમદાવાદના એસજી હાઈવે પર એક અકસ્માતમાં વિદ્યાર્થીનીનું મોત નિપજ્યુ છે. ડમ્પર અને એક્ટિવા વચ્ચે થયેલા અકસ્માતમાં વિદ્યાર્થીનીનું ઘટના સ્થળે મોત થયું છે. ગણપતિ યુનિવર્સિટીની વિદ્યાર્થીની એસજી હાઈવે પર ઝાયડસ હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અકસ્માત સર્જાયો હતો. હેલમેટ પહેર્યા છતા વિદ્યાર્થીની બચી શકી ન હતી.
શહેરમાં બેફામ ચાલતા ડમ્પર સામે પગલાં લેવા અનિવાર્ય બની રહ્યા છે. ખાસ કરીને હાઇવેથી જોડાયેલા રસ્તાઓ પર આવા અક્સ્માત ઘણી વાર જીવલેણ સાબિત થયા છે. એસજી હાઈવે પર સવારે 6.30 વાગે અકસ્માત સર્જાયો હતો. ઝાયડસ બ્રિજ પર થયેલા અકસ્માતમાં નિકિતા પંચાલ નામની વિદ્યાર્થિનીનું મોત નિપજ્યું છે. ડમ્પરની પાછળની તરફથી એક્ટિવા ટકરાતાં વિદ્યાર્થિનીનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. હેલ્મેટ પણ પહેર્યું હોવા છતાં વિદ્યાર્થીની બચી શકી ન હતી. વિદ્યાર્થીની ગણપત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હોવાનું સામે આવ્યુ છે. ત્યારે આ વિશેની જાણ થતા જ ગણપત યુનિવર્સિટીના પ્રોફેસર અને સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

