HomeGujaratમોંઘવારી એ 8 વર્ષનો રેકોર્ડ તોડયો,એપ્રિલમાં રિટેલ ફુગાવો 7.79 ટકા

મોંઘવારી એ 8 વર્ષનો રેકોર્ડ તોડયો,એપ્રિલમાં રિટેલ ફુગાવો 7.79 ટકા

ખાવા-પીવાની વસ્તુથી લઈને મોંઘા ઈંધણને કારણે રિટેલ મોંઘવારી દરનો આંકડો 18 મહિનાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયો છે. એપ્રિલ મહિનામાં રિટેલ ફુગાવાનો દર 7 ટકાને પાર પહોંચી ગયો છે. આંકડા મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે એપ્રિલ 2022માં છુટક ફુગાવો 7.79 ટકા રહ્યો છે. જ્યારે માર્ચ 2022માં રિટેલ ફુગાવો 6.95 ટકા હતો. સૌથી વધુ રિટેલ ફુગાવો સપ્ટેમ્બર 2020માં 7.34 ટકા રહ્યો હતો.

સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે ભારતીય રિઝર્વ બેન્કે પાછલા સપ્તાહે ચાર વર્ષમાં પ્રથમ વખત રેપો રેટ વધારવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ 40 બેસિક પોઈન્ટનો વધારો કર્યો હતો. રિઝર્વ બેન્કે રિઝર્વ રેશિયો એટલે કે સીઆરઆરમાં 50 બેસિક પોઈન્ટનો વધારો થયો હતો. આરબીઆઈની આ જાહેરાત બાદ તમામ પ્રકારની લોન મોંઘી થઈ ગઈ છે

એપ્રિલ મહિનામાં ખાવા-પીવાની વસ્તુના મોંઘવારી દરમાં મોટો ઉછાળ આવ્યો છે. એપ્રિલમાં ખાદ્ય મોંઘવારી દર 8.38 ટકા રહ્યો છે, જ્યારે તે માર્ચમાં 7.68 ટકા હતો. ફૂડ બાસ્કેટમાં વધારાને કારણે ખાવાના તેલના ભાવ વધ્યા છે. શાકભાજી-ફળની કિમતોમાં પણ વધારો આવ્યો છે.

રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે કાચા તેલના ભાવમાં વધારો થયો છે. 22 માર્ચથી સરકારી તેલ કંપનીઓએ ઈંધણના ભાવમાં વધારો કરવાનું શરૂ કર્યુ હતું. ત્યારબાદ પેટ્રોલ અને ડીઝલ 10 રૂપિયા મોંઘા થઈ ગયા છે. તેના કારણે વસ્તુઓની કિંમત પણ વધી હતી. તો એક એપ્રિલથી પ્રાકૃતિક ગેસના ભાવમાં પણ વધારો થયો, જેના કારણે પીએનજી અને સીએનજી મોંઘા થઈ ગયા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW