Tuesday, October 28, 2025
HomeGujaratધ્રાંગધ્રાની આંગણીયા પેઢીને રૂ 15 લાખનો ચૂનો લગાવવાનાર મોરબીના 5 ઠગ ઝડપાયા

ધ્રાંગધ્રાની આંગણીયા પેઢીને રૂ 15 લાખનો ચૂનો લગાવવાનાર મોરબીના 5 ઠગ ઝડપાયા


મોરબીની એક ઠગ ટોળકીએ સુરેન્દ્રનગર જીલ્લાના ધ્રાંગધ્રામાં આવેલ આંગડિયા પેઢીમાં એક નામાંકિત વ્યક્તિના નામે રોકડેથી નાની-નાની રકમના આંગડિયા કરી આંગણીયા પેઢી સાથે ઓળખ કરી સબંધ વધાર્યા હતા બાદમાં પોતાનો રંગ દેખાડી એક દિવસ રૂપિયા 15 લાખનું ગોંડલ આંગડિયું કર્યું હતું અને રૂપિયા હમણાં આપી જશું કહી પેઢીને રૂ 15 લાખનો ચુનો લગાવ્યો હતો. પૈસા હમણાં આપી જશું કહી અલગ-અલગ વાહનમાં હળવદ થઇ મોરબી જતા હોવાની જાણ કરતા હળવદ પોલીસે વોચ ગોઠવી હતી અને ઢવાણા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકીંગ કરી રહેલી પોલીસ ટીમે પાંચેયને રૂપિયા 12 લાખ રોકડા સાથે ઝડપી લઈ સીઆરપીસી એક્ટ મુજબ અટકાયતમાં લઈ ધ્રાંગધ્રા પોલીસને હવાલે કર્યા હતા.

આંગડિયા પેઢીને ચુનો મારવાના ઘટનાની મળતી માહિતી મુજબ , ધ્રાંગધ્રામાં રોકડીયા સર્કલ સામે આવેલી ભગત આંગડિયા પેઢીમાં ધ્રાંગધ્રાના જ નામાંકિત વ્યક્તિના માણસો હોવાનો ડોળ રચી મોરબીના પાંચ ભેજાબાજ ગઠિયાઓએ તા.28-4-2022થી 11-05-2022 સુધીમાં અલગ અલગ રકમ રોકડી ચૂકવી અલગ-અલગ શહેરમાં આંગડિયા પેઢીમાં રૂપિયા મોકલ્યા હતા.

છેલ્લે 15 લાખ રૂપિયાનું ગોંડલ ખાતે આંગડીયું કરાવી હમણાં નાણાં જમા કરાવી છીએ તેવું કહી ચાલતી પકડી હતી. બીજી તરફ સાંજ સુધીમાં આંગડિયા પેઢીમાં ભેજાબાજ ગઠિયાઓએ નાણાં જમા ન કરાવતા અજુગતું બન્યું હોવાનુ અને છેતરપિંડી થયાનું જણાતાં આંગડિયા પેઢીના સંચાલક માતરભાઈ રાજાભાઈ પઢેરિયા અને મહેશભાઈ ઉર્ફે મનુભાઈએ આ અંગેની જાણ ધ્રાંગધ્રા પોલીસને કરી હતી.

બીજી તરફ રૂપિયા છેતરપિંડી આચરી ભેજાબાજ ગઠિયા ટોળકી હળવદ થઇ મોરબી જવા રવાના થઈ હોવાની બાતમી મળતા ઢવાણા ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં રહેલ હળવદ પોલીસ સતર્ક બની હતી અને શંકાસ્પદ ઇકો તેમજ મારુતિ સુઝુકી સ્વીફ્ટ કારમાં નાસી છૂટેલા અબ્દુલ ઇબ્રાહીમભાઇ જુવાળીયા ( રહે.રવાપર રોડ મોરબી ), ભરત નારાયણભાઈ કણઝારીયા ( રહે. ભગવતી હોલ પાસે મોરબી ), રણજીતસિંહ બલવંતસિંહ વાઘેલા ( રહે. યોગીનગર મોરબી ), હુસેન અબ્દુલ શેખ ( રહે. મોરબી ) અને બાબુ હરસુર નાગલા ( રહે.મોરબી )સહિતના પાંચેય ઈસમોને રૂપિયા 12 લાખ રોકડા સાથે ઝડપી લઈ હળવદ પોલીસ મથકે લાવી અટકાયતમાં લઈ ધ્રાંગધ્રા પોલીસને હવાલે કરવા તજવીજ હાથ ધરી હતી.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page