ટંકારા તાલુકના ઘુનડા સજનપર ગામ પાસે મંગળવારે બપોરના સમયે ફાયનાન્સ કંપનીના કર્મચારીને એક્સસ બાઈકમાં આવેલ 2 શખ્સે ધક્કો મારી પાડી દઈ તેની પાસેનો રૂ 1.41 લાખ ભરેલ થેલાની લુટ ચલાવી ફરાર થઇ ગયા હતા. આ બનાવમાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી અને તપાસ કરતા એસઓજીના હેડ કોન્સ્ટેબલ શેખાભાઈ મોરી અને ભાવેશભાઈ મિયાત્રાને બાતમી મળી હતી કે લુટમાં વપરાયેલ એક્ટીવા જોવા મળ્યું હતું બાતમી આધારે એસઓજીની ટીમે દિવ્યેશ ભગવાનજી હણ અને સંજય નાથાભાઈ પડ્સારીયા ને ઝડપી લીધા હતા અને લુટ કરેલ રૂ 1.41 લાખ રોકડ તેમજ લુટમાં વપરાયેલ બાઈક જપ્ત કર્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોધી કોર્ટમાં રજુ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.

