HomeGujaratગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસ ચલાવતા એકમ પર દરોડા

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસ ચલાવતા એકમ પર દરોડા

ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ ક્લાસ ચલાવતા 13 જાણીતા ક્લાસના 48 એકમો પર સવારથી જીએસટી કચેરીએ દરોડા ચાલુ કર્યા છે. અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, મહેસાણા, સુરત, નવસારી, જામનગર, ભાવનગર, જૂનાગઢ, ગોધરા, આણંદ, હિમ્મતનગર, સુરેન્દ્રનગર અને રાજકોટમાં મંગળવારે સવારથી સાગમટે દરોડા ચાલુ કરવામાં આવ્યા છે.

સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેના કોચિંગ માટેની સેવા પેટે લેવાથી ફીની રકમ પર 18 ટકાના દરે જીએસટી-ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ વસૂલવાનો હોય છે. કોચિંગ ક્લાસ ચલાવનારાઓ દ્વારા તેમાં મોટી ગેરરીતિ આચરવામાં આવતી હોવાની માહિતીને આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે.

ગુજરાતભરના મોટા અને નાના શહેરોમાં વિદ્યાર્થીએ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે કોચિંગ લેવા માટે તગડી ફી ચૂકવતા હોવા છતાંય તેના પર વસૂલવામાં આવતા 18 ટકાના જીએસટીના દર પ્રમાણેનો ટેક્સ જમા ન થતો હોવાના આંકડાઓને આધારે આ દરોડા પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

સરકારી ભરતી, બેન્ક, પોલીસ, જીપીએસસી, સ્કૂલ કૉલેજની પરીક્ષામાટે દરેક વયજૂથના બાળકોને કોચિંગ ક્લાસની સેવાઓ આપી રહ્યા છે. તેમની પાસે ફી પેટે મોટી રકમ અને ટેક્સ વસૂલવામાં આવતી હોવા છતાંય તે જમા ન કરાવતા હોવાની શક્યતાને ધ્યાનમાં લઈને દરોડા પાડવામાં આવ્યા છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW