HomeGujaratCentral Gujaratતમારા Paytm પર અચાનક પૈસા જમાં થાય તો હરખાતા નહિ

તમારા Paytm પર અચાનક પૈસા જમાં થાય તો હરખાતા નહિ

અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતા એક મહિલાના પેટીએમ પર થોડા દિવસ પહેલા જ પાંચ હજાર રુપિયા ટ્રાન્સફર થયા હતા. અચાનક પોતાને કોણે રુપિયા ટ્રાન્સફર કર્યા તે તેમને પણ પહેલા તો સમજમાં ના આવ્યું. જોકે, પૈસા જમા થયા તેની થોડીવારમાં જ તેમના પર એક ફોન આવ્યો.

ફોન કરનારા વ્યક્તિએ પોતે ચેન્નઈથી બોલી રહ્યો છે તેવી વાત કરી હતી. તેણે જણાવ્યું હતું કે ભૂલથી તેણે પાંચ હજાર રુપિયા ટ્રાન્સફર કરી નાખ્યા છે, અને મહિલાને પેટીએમથી તે પૈસા પોતાના આઈડી પર મોકલવા માટે વિનંતી કરી હતી. જોકે મહિલાને પણ આ કેસ શંકાશીલ લાગ્યો હતો. અમદાવાદી મહિલાના ખાતામાં જેણે રુપિયા નાખ્યા તે ગમે તેમ કરીને મહિલા પાસેથી તે પૈસા ટ્રાન્સફર કરાવીને તેમના પેટીએમની વિગતો લેવા માગતો હતો.

એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, હાલ પેટીએમ પર એક નવી જ પ્રકારની ઠગાઈ શરુ થઈ છે. જેમાં ગઠિયા એક ટાર્ગેટના અકાઉન્ટની વિગતો મેળવી, તેનામાં પૈસા ટ્રાન્સફર કર્યા બાદ ગમે તેમ કરીને તેના યુઝરને બાટલીમાં ઉતારી તેની પાસેથી પોતાના રુપિયા પાછા મેળવવાની સાથે તેના અકાઉન્ટમાંથી પૈસા ખંખેરી લે છે. એવું કોઈની પણ સાથે થઈ જાય તો સાવચેત રેહજો

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW