રાજકોટ શહેર વર્તુળના રાજકોટ સિટી ડિવિઝન – 2 વિભાગ હેઠળ આયોજિત કોર્પોરેટ ડ્રાઈવમાં બેડીનાકા, પ્રદ્યુમન નગર સબ ડિવિઝનમાં લક્ષ્મી છાયા સોસા., ગાંધીનગર સોસા., રંગ ઉપવન સોસા., જીવંતિકા નગર, જીવંતિકા પરા, ભારતી નગર, રઘુ નંદન, પોપટ પરા, મહર્ષિ, છત્ર પતિ આવાસ યોજના વગેરે વિસ્તારમાં 37 ટીમોએ દરોડા પાડ્યા હતા.

જેમાં 1086 કનેક્શન ચેક કરાયા હતા. 115 કનેક્શનમાં ચોરી સામે આવતા તેમને 21 લાખનો દંડ કરવામાં આવ્યો છે. રાજકોટ સિટી ડિવિઝન-1 હેઠળ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.આવરી લેવામાં આવેલ સબ ડિવિઝનનું નામ કોઠારીયા રોડ જેમાં શિયાણી સોસાયટી, સાગર સોસાયટી, મહેશ્વરી સોસાયટી, ભવાની ચોક, ગોકુલનગર, બિશ્મિલ્લા પાર્ક, તક્ષશિલા 1 અને 2, ગાયત્રી હોલના વિસ્તારની નજીક, ભરતવન, પ્રહલાદ પ્લોટ સબ ડિવિઝનમાં આવરી લેવાયેલ વિસ્તાર:- કેનાલ રોડ, ભૂપેન્દ્ર રોડ, કોઠારિયા નાકા, દિવાનપરા, સોની બજાર, પેલેસ રોડ, મિલપરા સબ ડિવિઝનમાં આવરી લેવામાં આવેલ વિસ્તારમાં ભક્તિનગર સોસાયટી, ભક્તિનગર સર્કલ પાસનો વિસ્તાર, કોઠારિયા કોલોની, માસ્તર સોસાયટી, સોરઠીયાવાડી સર્કલને આવરી લેવામાં આવ્યા છે.

