HomeGujaratઆલેલે… કોર્ટ બિલ્ડીંગની લિફ્ટમાં બે કેદી, ચાર પોલીસ કર્મી સહિત 10 ફસાયા

આલેલે… કોર્ટ બિલ્ડીંગની લિફ્ટમાં બે કેદી, ચાર પોલીસ કર્મી સહિત 10 ફસાયા

જામનગરમાં આવેલી નવી કોર્ટ બિલ્ડીંગમાં બપોરના સમયે બે કેદી, ચાર પોલીસ કર્મી સહિત 10 લોકો ફસાતા દોડધામ થઈ પડી હતી. ટેક્નિકલ ફોલ્ટના કારણે લિફ્ટ ગ્રાઉન્ટ ફ્લોર કરતા પણ નીચે ઉતરી જતા દેકારો બોલ્યો હતો. આ ઘટના બાદ ફાયરનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.

બપોરના સમયે કોર્ટ કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે ચાર પોલીસકર્મીઓ બે કેદીને લઈ નવી બિલ્ડીંગમાં પહોંચ્યા હતા. અહીં લિફ્ટમાં સવાર થતા જ કોઈ કારણોસર લિફ્ટ બંધ પડી ગઈ હતી. કેદી અને પોલીસ કર્મીઓ સાથે અન્ય લોકો પણ લિફ્ટમાં ફસાયા હતા. લિફ્ટ બંધ થવાના કારણે દેકારો થતા વકીલો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરની ટીમ દ્વારા તમામને સલામત રીતે બહાર કાઢતા બધાએ હાશકારો અનુભવ્યો હતો. હાલ લીફટનું સમારકામ ચાલી રહ્યું છે. જેથી વકીલો અસીલ તેમજ કેદીઓ વગેરેને પગથિયા ચઢીને ઉપર જવાનો વારો આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW