HomeGujaratપેટ્રોલ ડીઝલ બાદ હવે ન્હાવું પણ નહિ પોસાય, સાબુમાં ભાવ વધારો

પેટ્રોલ ડીઝલ બાદ હવે ન્હાવું પણ નહિ પોસાય, સાબુમાં ભાવ વધારો

આસમાન આંબી રહેલી મોંઘવારીની વચ્ચે આમ આદમીને વધુ એક ફટકો પડ્યો છે. હવે ખાવા પીવા બાદ નાહવા અને ધોવાનું પણ મોંઘું થયું છે. નાહવા અને ધોવાના સાબુમાં પણ 15 ટકા સુધીનો વધારો આવ્યો છે. ક્લિનિક પ્લસ શેમ્પુ અને લક્સ સાબુના ભાવમાં 15 ટકાનો વધારો થયો છે. ભારતની સૌથી મોટી એફએમસીજી બ્રાન્ડ હિંદુસ્તાન યુનિલિવરે તેની કેટલીક પ્રોડક્ટ્સના ભાવમાં 15 ટકા સુધીનો વધારો કરી દીધો છે.

જેની માઠી અસર સામાન્ય માણસને થઈ રહી છે. કંપનીએ 125 ગ્રામ પીયર્સ સાબુની કિંમતમાં 2.4 ટકાનો, મલ્ટીપેકમાં 3.7 ટકાનો, લક્ષ સાબુની કિંમતમાં 9 ટકાનો વધારો કર્યો છે. કંપનીએ સનસિલ્ક શેમ્પૂની કિંમતમાં પણ 8થી 10 ટકાનો વધારો કર્યો છે. ક્લિનિક પ્લસ શેમ્પૂના ભાવમાં 15 ટકા સુધીનો વધારો કર્યો છે. પેટ્રોલ, ગેસ, તેલ, ડીઝલ અને જીવન જરૂરી તમામ વસ્તુમાં થયેલા ભાવ વધારા બાદ હવે શોપનો વારો આવ્યો છે. હિંદુસ્તાન યુનિલિવરે ગ્લો એન્ડ લવલીનીકિંમતમાં પણ 6.8 ટકાનો વધારો કર્યો છે તો પોન્ડ્સ ટેલ્કમ પાવડરની કિંમત પણ 5.7 ટકા વધારવામાં આવી છે. આ પહેલા 2 એપ્રિલે કંપનીએ તેની પ્રોડક્સની કિંમતમાં વધારો કર્યો હતો. તે વખતે હિંદુસ્તાન લીવરે 3-20 ટકાનો ભાવવધારો કર્યો હતો. આ પછી એક મોટો વધારો સામે આવતા માધ્યમ વર્ગની કમર ભાંગી ગઈ છે.

હોર્લિક્સ, ઉકાળો કોફી અને કેચઅપ પણ 4થી 13 ટકા મોંઘા થયા છે. ભાવ વધારાથી કંપનીને વધતી મોંઘવારીને દૂર કરવામાં મદદ મળશે.તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેનમાં યુદ્ધ શરૂ થયા બાદ એફએમસીજી કંપની એચયુએલ સતત પ્રોડક્ટ્સની કિંમતોમાં વધારો કરી રહી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW