રાજુલાના બર્બટાણા ગામે ચાલકે ટ્રેક્ટરને સિંહની પાછળ દોડાવીને પજવણી કરતી હોવાની ઘટના બની હતી. આ અંગેનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો હતો. તો આ ઘટના બાદ સિંહપ્રેમીઓમાં રોષની લાગણી જન્મી છે. વનવિભાગના અધિકારીએ આ અંગે તપાસના આદેશ કર્યાં છે.

અમરેલી જિલ્લામાં સિંહની પજવણી કરાતી હોવાની ઘટનાઓ છાશવારે સામે આવે છે. તો આવી ઘટનાઓ અટકાવવા વન વિભાગ પણ સક્રિય રીતે કામગીરી રહ્યો છે. એમ છતાં સિંહોની પજવણીની ઘટનાઓ અટકતી નથી. ત્યારે વધુ એક વખત સિંહની પજવણી થતી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. વીડિયોમાં જોવા મળ્યા મુજબ, રાજુલા તાલુકાના બર્બટાણા ગામમાં વાડીમાં રહેલા સિંહ પાછળ ટ્રેક્ટરચાલક પોતાનું ટ્રેક્ટર દોડાવી રહ્યો છે. સમગ્ર ઘટનાને લઈ પાલિતાણા શેત્રુંજી ડિવિઝનના ડી.સી.એફ. જયન પટેલે જણાવ્યું કે હું આ વીડિયો મામલે તપાસ કરવાનો છું.

