HomeGujaratકચ્છની ધરા ધ્રુજી, 3ની તીવ્રતાના આંચકાથી સ્થાનિકોમાં ગભરાટ

કચ્છની ધરા ધ્રુજી, 3ની તીવ્રતાના આંચકાથી સ્થાનિકોમાં ગભરાટ

સૌરાષ્ટ્ર કચ્છમાં છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે આજે બપોરના સમયે કચ્છની ધરા ધ્રુજતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. કચ્છમાં બપોરના સમયમાં 3ની તીવ્રતાનો ભૂકંપ સિસ્મોલોજી વિભાગમાં નોંધાયો છે.

કચ્છમાં આજે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ ઉપર 3.0ની તીવ્રતા નોંધાઈ હતી. આ આંચકાનું કેન્દ્ર બિંદુ ગઢશીશાથી 14 કિલોમીટર દૂર નોંધાયું હતું. આ પહેલા ગઈકાલે વહેલી સવારે ગીર સોમનાથના તલાલા ભૂકંપના આંચકાથી ઘરા ઘ્રૂજતાં લોકો ગભરાઇને બહાર આવી ગયા હતા. ગઈકાલે ગીર સોમનાથના તાલાલમાં સવારે 6 વાગ્યે ભૂકંપના આંચકો અનુભવાયો હતો. તાલાલાથી 13 કિલોમીટર દૂર એપી સેન્ટર હોવાનું જાણવા મળ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW