રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જૂન મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરાશે. મે મહિનાના પ્રથમ સપ્તાહમાં પેપર ચકાસણીની 100 ટકા કાર્યવાહી પૂર્ણ કરાશે. તેમજ ત્યારબાદ જૂન મહિનાના પ્રથમ અને બીજા સપ્તાહમાં બોર્ડના વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર કરાશે.

આ અંગેની જાણવા મળતી વિગત પ્રમાણે રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી જો કે પરીક્ષા ગત એપ્રિલ માસમાં પૂર્ણ થતાં શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓના પેપર ચકાસણી કાર્યવાહી શરૂ કરી હતી જેમાં શિક્ષણ વિભાગ અત્યાર સુધીમાં 90 ટકા ઉતરવહી ચકાસણી કાર્યવાહી પૂર્ણ કરી દેવાઈ છે અને મે માસના પ્રથમ સપ્તાહમાં લગભગ 100 ટકા પેપર ચકાસની કાર્યવાહી પૂર્ણ થશે.

આ ઉપરાંત બોર્ડ દ્વારા આ વખતે પરીક્ષા 20 દિવસ મોડી શરૂ થતાં જ પરિણામ પણ 20 દિવસ મોડું એટલે કે આગમી જૂન માસના પ્રથમ અને બીજા સપ્તાહમાં પરિણામ જાહેર કરશે. જો કે પેપર ચકાસણી બાદ વિદ્યાર્થીના માર્કસના ચોક્કસાઈ પૂર્વક ગણતરી અને ટોટલ કરવામાં આવશે અને ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓના માર્ક્સ ઓનલાઈન મૂકીને માર્કશીટ તૈયાર કરવામાં આવશે

