HomeGujaratકાળઝાળ ગરમી વચ્ચે અહીં મેઘકૃપા,હવામાન હજુ બદલશે

કાળઝાળ ગરમી વચ્ચે અહીં મેઘકૃપા,હવામાન હજુ બદલશે

આકરી ગરમી વચ્ચે દેશના અનેક ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો છે. હિમાચલ પ્રદેશ, કર્ણાટક અને પૂર્વ રાજસ્થાનના ઘણા ભાગોમાં રવિવારે સાંજે ભારે પવન સાથે વરસાદ થયો હતો. આ સાથે લોકોને ગરમીથી રાહત મળી છે. રાજસ્થાનમાં કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા. હવામાન વિભાગે 3 મે સુધી 19 જિલ્લામાં વરસાદ અને અતિવૃષ્ટિનું એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સોમવારે દેશના ઘણા ભાગોમાં આંધી અને તેજ પવન ફૂંકાઈ શકે છે. જેનાથી લોકોને તડકાથી રાહત મળશે. વાસ્તવમાં હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની નજીક છે અને તે ધીરે ધીરે દિલ્હી તરફ આગળ વધી રહ્યું છે. આ અસરને કારણે ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ પડી શકે છે.

કર્ણાટકના મહાનગર બેંગલુરુમાં ભારે વરસાદ, રસ્તા પર નદી વહી

હવામાન વિભાગના વૈજ્ઞાનિકે કહ્યું, ‘અમે સમગ્ર ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદ અને ભારે પવનની ચેતવણી જારી કરી રહ્યા છીએ. તેમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે. 5 મે સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને ધૂળની ડમરીઓ આવવાની શક્યતા છે. આ દરમિયાન તાપમાન સામાન્ય રહેશે. લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળશે.

હવામાન વિભાગે 15 મેના રોજ ચોમાસાની શરૂઆત થવાની આગાહી કરી છે. જો કે સોમવારથી દેશના અનેક ભાગોમાં આકરી ગરમીમાંથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, 7 મે પછી ફરી એકવાર ગરમી પોતાનો વિનાશ મચાવી શકે છે, જો કે હજુ સુધી તેનો ચોક્કસ અંદાજ લગાવવામાં આવ્યો નથી. તાજેતરના આંકડા મુજબ, ઘણી જગ્યાએ તાપમાનમાં ઘટાડો થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ રાજસ્થાન, વિદર્ભમાં ગરમીથી રાહત મળવાની કોઈ આશા નથી. કહેવામાં આવી રહ્યું છે કે મધ્ય ભારતમાં આ વખતે 122 વર્ષ બાદ એપ્રિલ સૌથી ગરમ રહ્યો.

ગુજરાત: વેસ્ટર્ન ડીસટર્બન્સની અસર રાજ્યના વાતાવરણ ઉપર જોવા મળશે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણ દિવસમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટશે. જોકે આગામી 24 કલાક કચ્છમાં હિટવેવની સ્થિતિ યથાવત રહેશે.

ઉત્તર પશ્ચિમના પવન બાદ આજે પવનની દિશા બદલાય છે. દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાયા છે એટલે કે, અરબી સમુદ્ર તરફથી પવન આવી રહ્યા છે. જેના કારણે હવામાં ભેજનું પ્રમાણ વધશે અને તાપમાન નીચું જશે.આગામી 3 દિવસમાં 2થી 3 ડીગ્રી તાપમાન ઘટવાનું હવામાન વિભાગનું અનુમાન છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW