HomeGujaratમોંઘવારીનો માર સૌથી વધુ બંગાળમાં, જાણો ગુજરાતમાં કેટલો

મોંઘવારીનો માર સૌથી વધુ બંગાળમાં, જાણો ગુજરાતમાં કેટલો

ગુજરાત સહિત લગભગ 12 રાજયો એવા છે જયાં મોંઘવારીનો દર એ રાષ્ટ્રીય સરેરાશથી પણ ઉંચો છે અને તેમાં ગ્રામીણ મોંઘવારીનો નવો રેકોર્ડ બનાવી રહી છે. સરકારી આંકડા મુજબ માર્ચ માસમાં છૂટક રીટેલ ફુગાવો 6.95% નોંધાયો હતો અને એપ્રિલમાં તેના કરતા પણ ઉંચો હશે તે નિશ્ચિત છે પણ તેમાં શહેરી તથા ગ્રામીણ ક્ષેત્રમાં અલગ અલગ તસ્વીર જોવા મળે છે.

શહેરી ક્ષેત્રમાં મોંઘવારી 6.12% છે. રીટેલ ભાવ ગ્રામીણ કરતા શહેરી ક્ષેત્રોમાં ઓછા છે તેનું એક કારણ પુરતી સપ્લાય ચેઈન અને વેપારીઓ વચ્ચે સ્પર્ધા તથા ટ્રાન્સપોર્ટેશન થોડું સસ્તુ પડે છે. જયારે ગ્રામીણ ક્ષેત્રમાં મોંઘવારી કે રીટેલ ભાવ 7.66% નોંધાયા છે તેનું મુખ્ય કારણ ટ્રાન્સપોર્ટેશન અને મર્યાદીત છે. કેન્દ્ર સરકારના આંકડા કહે છે કે બિહાર, હરિયાણા, ઝારખંડ સહિતના રાજયો જેમાં ગરીબી તો બિહાર-ઝારખંડમાં સૌથી વધુ છે ત્યાં છૂટક ભાવાંક સૌથી ઉંચફો છે જયારે દિલ્હી અને ઉતરાખંડ જેવા રાજયમાં મોંઘવારીની અસર સૌથી ઓછી છે. સૌથી વધુ મોંઘવારી પશ્ચિમ બંગાળમાં 8.85% છે અને સૌથી ઓછી કેરળમાં 4.70% છે. ગ્રામીણ મોંઘવારી કેરળમાં સૌથી ઓછી 4.31% છે અને પ.બંગાળમાં તે 10.43% છે.

ગુજરાત: રાષ્ટ્રીય સરેરાશથી થોડી વધુ 7.01% પણ ગ્રામીણ ક્ષેત્રમાં આ મોંઘવારી 7.80% અને શહેરી ક્ષેત્રમાં 6.3% છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW