HomeGujaratગુજરાત ગૌરવ દિવસ નિમિતે સરકારી કર્મીને ભેટ,મોંઘવારી ભથ્થામાં વધારો

ગુજરાત ગૌરવ દિવસ નિમિતે સરકારી કર્મીને ભેટ,મોંઘવારી ભથ્થામાં વધારો

ગુજરાત ગૌરવ દિવસે રાજ્ય સરકારના કર્મચારીઓ તથા નિવૃત કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. ગુજરાત સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે ત્રણ ટકાનો વધારો 1 જુલાઇ 2021ની અસરથી આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યો છે. વધારાનો લાભ જે કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ અપાયેલો છે, તેમને જ મળવાપાત્ર થશે, તેવું પણ મર્યાદિત કરવામાં આવ્યું છે.

મુખ્યમંત્રીના આ નિર્ણય અનુસાર રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા રાજ્ય સરકારના અન્ય કર્મચારીઓ અને પેન્શનર્સ મળી કુલ 9.38 લાખ લોકોને મોંઘવારી ભથ્થાનો આ વધારાનો લાભ મળશે. જે દસ મહિનાની એરિયર્સની રકમ આપવાની થાય છે, તે બે હપ્તામાં આપવાનો નિર્ણય કર્યો છે. પ્રથમ હપ્તો મે-2022ના પગાર સાથે અને બીજો હપ્તો જૂન-2022ના પગાર સાથે ચૂકવવામાં આવશે. રાજ્ય સરકારના ૬ઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓ અને પેન્શનર્સના મોંઘવારી ભથ્થામાં કેન્દ્ર સરકારના ધોરણે 7 ટકાનો વધારો 1 જુલાઇ 2021ની અસરથી આપવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રીના આ નિર્ણયના પરિણામે મોંઘવારી ભથ્થાના તફાવતનું 10 માસનું જે એરિયર્સ કર્મચારીઓને ચૂકવવાનું થાય છે, તે બે હપ્તામાં ચૂકવવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW