HomeGujaratમોરબીના સીરામીક ઉદ્યોગ ઉપર ભાવવધારાનો બોજો, ગેસના ભાવમાં રૂપિયા 5નો વધારો

મોરબીના સીરામીક ઉદ્યોગ ઉપર ભાવવધારાનો બોજો, ગેસના ભાવમાં રૂપિયા 5નો વધારો

મોરબીના સીરમીક ઉદ્યોગને વધુ એક ફટકો પડ્યો છે. ગુજરાત ગેસે ફરી એક વખત પ્રતિ ક્યુબીક મીટરે રૂપિયા પાંચનો વધારો કર્યો છે. જેના કારણે સીરામીક ઉદ્યોગકારોની હાલત કફોડી બની છે. તો સાથે જ સીરામીક ઉદ્યોગ માટે ગેસ વપરાશની મર્યાદા પણ દૂર કરાઈ છે.

ગુજરાત ગેસ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા સપ્લાય થતા ઇન્ડસ્ટ્રીઝ ગેસના ભાવમાં પ્રતિ ક્યુબીક મીટરે 5 રૂપિયાનો વધારો કરાયો છે. આ પહેલા ગેસનો ભાવ પ્રતિ ક્યુબિક મીટર રૂપિયા 61.48 હતો. જે હવે વધીને હવે 66.78 આસપાસ થશે. મોરબી સીરામીક ઉદ્યોગ હાલમાં રોજનો 45 લાખ ક્યુબીક મીટર ગેસ વાપરી રહ્યો છે. જે જોતા મોરબી સીરામીક ઉધોગને આ ભાવ વધારાના કારણે દૈનિક અઢી કરોડ જેટલો ફટકો પડશે. તો ગેસના ભાવો વધતા સીરામીક ઉદ્યોગકારોની હાલત કફોડી બની ગઈ છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW