HomeGujaratસીરામીક એકમને મે મહિનામાં ગેસ કપાત યથાવત,200થી વધુ ફેકટરીના હોબાળો

સીરામીક એકમને મે મહિનામાં ગેસ કપાત યથાવત,200થી વધુ ફેકટરીના હોબાળો

યુક્રેન રશિયા વચ્ચે ચાલતા યુદ્ધ તેમજ અન્ય દેશોમાંથી પણ પેટ્રોલિયમ પેદાશ અને ગેસની સપ્લાય ચેઇન તૂટવાના કારણે ભારતભરમાં તમામ પેટ્રોલ ડીઝલની સાથે ઉધોગને મળતા પીએનજી ગેસમાં પણ મોટા પાયે સોર્ટેજ ઉભી થઇ છે ઉધોગકારો પૂરતા રૂપિયા આપતા હોવા છતાં પૂરતો ગેસ મળી રહ્યો નથી. ત્યારે વર્ષે અબજો રૂપિયાનું ટર્ન ઓવર ધરાવતા મોરબીના સીરામીક ઉધોગની હાલત છેલ્લા 2 મહિનાથી અત્યંત કફોડી બની છે.મોરબીના 1000થી વધુ સીરામીક ફેકટરીમાં ગુજરાત ગેસ દ્વારા અગાઉ કરાયેલ કરારના માત્ર 80 ટકા ગેસ જ આપતું હતું તેમાં પણ અનિયમિતતા જોવા મળી હતી. ગેસની આ અનિયમિતતાના કારણે.150થી વધુ ફેકટરી માર્ચ ના અંતિમ સપ્તાહ તેમજ આખા એપ્રિલ મહિનામાં સાવ બંધ પડી હતી તો બાકીની ફેકટરીઓ 80 ટકા ગેસને ધ્યાને. લઈ મર્યાદિત ઉત્પાદન સાથે ચાલતી હતી. આ ફેકટરીઓને મેં મહિનામાં પૂરતો ગેસ મળશે તેવું આગાઉ આશ્વાસન આપવામાં આવ્યું હતું.જેના ભાગરૂપે દરેક એપ્રિલ મહિનામાં જેમણે ગેસ વપરાશ કર્યો હતો તેઓને ગુજરાત ગેસ દ્વારા મેં મહિનામાં મળનાર ગેસ અંગે મેઈલ દ્વારા માહિતી આપવામાં આવી હતી જોકે આવી માહિતી 150થી 200 ફેકટરી ધારકોને ન મળતા આગામી મેં મહિના માં પણ ફેકટરી બંધ રાખવી પડે તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેના કારણે ઉધોગકારોને પડી રહેલા આર્થિક નુકશાનમાં વધારો થવાની સંભાવના વધી હતી.આ સ્થિતિને ધ્યાને લઇ આજે મોરબીની અલગ અલગ ફેકટરીના 200 જેટલા ઉધોગકારો ગુજરાત ગેસની ઓફિસે પહોંચ્યા હતા અને પહેલા ગુજરાત ગેસના અધિકારીઓને મળ્યા હતા જોકે ત્યાંથી કોઈ સંતોષકારક જવાબ ન મળતા કચેરી બહાર જ વિરોધ શરૂ ર્ક્યો હતો આ બાદ સીરામીક એસોસિએશનનાં હોદેદારો પણ આવી પહોંચ્યા હતા અને પ્રથમ ગુજરાત ગેસના અધિકારીઓ સાથે ફોન પર ચર્ચા કરી હતી જોકે સમસ્યાનો ઉકેલન આવતા અંતે ગાંધીનગરમાં.ફોનનો મારો ચાલુ થયો હતો અને સાંસદ મોહનભાઇ કુંડારીયા અને મંત્રી બ્રીજેશ મેરજાએ રાજય સરકાર સુધી ફોનનો મારો ચાલતા રાજય સરકાર દ્વારા સાંજ સુધીમાં પ્રશ્ન હલ કરવાની ખાતરી આપતા ઉધોગકારો શાંત થયા હતા.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW