HomeGujaratત્રણ વર્ષની કામગીરીનું સર્ટીફિકેટ રજૂ કરો પછી જ મળશે પોસ્ટીંગ

ત્રણ વર્ષની કામગીરીનું સર્ટીફિકેટ રજૂ કરો પછી જ મળશે પોસ્ટીંગ

રાજકોટમાં પોલીસ કમિશનરના તોડકાંડ તથા દારૂકાંડ બાદ ખરડાયેલી પોલીસની છબી સુધારવા માટે ઈન્ચાર્જ પોલીસ કમિશનર અને ક્રાઈમબ્રાન્ચના ડીસીપીએ નવો અભિગમ દાખવ્યો છે. જેમાં કર્મચારીઓએ હવે ત્રણ વર્ષની કામગીરીનું સર્ટીફિકેટ રજૂ કરવું પડશે. તેમજ જો સર્ટીફિકેટ સ્વચ્છ હશે તો જ તેમને સારી જગ્યાએ પોસ્ટીંગ આપવામાં આવશે. તેમજ પોસ્ટીંગ પહેલા ત્રણ વર્ષની કામગીરીની સમિક્ષા કરાશે.

રાજકોટમાં પોલીસ કમિશનરના તોડકાંડ અને દારૂકાંડ બાદ રાજકોટ પોલીસની છબી ખરડાઈ છે. જેને સુધારવા માટે ઇન્ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ અને ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ડો.પાર્થરાજ ગોહેલ દ્વારા અનોખો અભિગમ હાથ ધરવામાં આવ્યો છે. જ્યાં રાજકોટ પોલીસ દ્વારા હવે ત્રણ વર્ષની કામગીરીની સમિક્ષા કરાશે અને ત્યારબાદ જ પોસ્ટીંગ આપવામાં આવશે.ક્રાઇમ બ્રાન્ચમાં સામેલ થવા ઇચ્છતા પોલીસકર્મીઓએ પોતાના ત્રણ વર્ષની કામગીરી આપતું પત્રક દર્શાવવું પડશે. આ કામગીરી અંગે જે તે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જની સહિ કરાવીને આ રિપોર્ટ ઉચ્ચ અધિકારીને સોંપવાનો રહેશે. જેના આધારે સમીક્ષા કરીને અધિકારી નિમણૂંક આપશે.

જોકે, આ સિલેકશનમાં વિવાદાસ્પદ પોલીસકર્મીને સ્થાન આપવામાં નહિ આવે. કોઇ પોલીસકર્મીની સારી કામગીરી હશે. પરંતુ તેઓ કોઇ વિવાદમાં આવી ગયા હશે. તો આવા પોલીસકર્મીઓને સ્થાન આપવામાં નહિ આવે. આવા પોલીસકર્મીઓને મહત્વના પોસ્ટીંગથી દૂર રાખવામાં આવશે. શહેરમાં વધતા જતી ગુનાખોરીને ડામવા માટેશહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ખાસ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવી છે.જેમાં પ્રજા માટે મોબાઇલ નંબર +91 99784 07079 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર પર સામાન્ય જનતા દારૂ, જુગાર, ડ્રગ્સ,વ્યાજખોરો, ખંડણી સહિતની ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા શખ્સોની માહિતી આપી શકશે અને તેનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW