Tuesday, October 28, 2025
HomeGujaratઈન્દ્રનીલે સ્પષ્ટ કર્યું, શા માટે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા

ઈન્દ્રનીલે સ્પષ્ટ કર્યું, શા માટે કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા

કોંગ્રેસે વશરામ સાગઠિયાને ધારાસભ્ય બનાવા માટે ટિકિટની ના પાડી દીધી હતી. એ કારણોસર આમ આદમી પાર્ટીમાં જાડાયા છીએ એવું પણ નથી. આ પહેલાની ચૂંટણીમાં વશરામભાઈ 1200 મતથી જ હાર્યા છે. પણ સરકાર બદલવાનું કામ કોંગ્રેસ કરી શકે એમ નથી. એટલે ધારાસભ્ય બનીને સરકાર બદલાવવા તથા લોકોના કામ કરવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાયા છીએ.

આપ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા

હવે વશરામભાઈને ધારાસભ્ય બનાવવાની જવાબદારી લોકોની છે. સમાજના હીત માટે ધારાસભ્ય બનવા માગીએ છીએ. આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટમાં અનુસૂચિત જાતિના સંમેલનનું આયોજન કરાયું હતું. જ્યાં મોટી સંખ્યામાં અનુસૂચિત જાતિના લોકોએ હાજરી આપી હતી. આ પહેલા પણ આપ નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ મીડિયાને કહ્યું હતું કે, હું કોંગ્રેસમાં હતો, ભાજપ સત્તા પર હોય અને લોકોને મૂર્ખ બનાવવાની અને પક્ષ બની રહે એ મારી દૃષ્ટિએ લાંછન છે. લોકો માટે હંમેશાં મારે મારો સમય આપવો છે. સમય આપવો હોય તો ભાજપ કરતાં કોંગ્રેસ સારો પક્ષ છે અને આજે આમ આદમી પાર્ટી લોકો માટે સારી લાગે છે. જોકે, હકીકત એવી પણ છે કે, આમ આદમી પાર્ટીમાં જોડાવવા માટે આ બંને નેતાઓ દિલ્હી પહોંચ્યા હતા. જ્યાં તેમણે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સાથે ખાસ મુલાકાત કરી હતી.

વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે. ખાસ કરીને આમ આદમી પાર્ટી જુદા જુદા જિલ્લાઓમાં સક્રિય થતા એક મિશન સાથે ચૂંટણીમાં ઝંપલાવે એવા એંધાણ દેખાઈ રહ્યા છે. કોંગ્રેસ આંતરિક રીતે મજબુત બનવા માટે કમર કસી રહી છે. આ માટે જે તે જિલ્લાઓમાં બેઠકનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જ્યારે ભાજપ ચૂંટણી પહેલા પોતાના મોટાકદના નેતાઓને ગુજરાત મોકલી સ્થિતિ કંટ્રોલ કરવાના મુડમાં છે. જોવાનું એ રહે છે કે, ત્રણેય પક્ષમાં ક્યા ક્યા મુદ્દાઓને લઈને લોકઅપીલ કરવામાં આવે છે.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page