વિરાટ કોહલી IPLની રાજસ્થાન સામેની મેચમાં જોઈએ એવું કોઈ ખાસ પર્ફોમન્સ કરી શકયો નથી. રાજસ્થાન સામેની મેચમાં માત્ર 9 રન કરી શક્યો છે. રોયલ ચેલેન્જર્સ ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી હાલમાં પોતાના ખરાબ પર્ફોમન્સનો સામનો કરી રહ્યો છે. તા.26 એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં વિરાટે માત્ર 9 રન કર્યા હતા. કદાચ બે મેચ બાદ વિરાટે પોતાનું ખાતું ખોલ્યું હતું. પણ કોઈ લાંબી ઈનિંગ્સ રમી શક્યો નથી. બે મેચમાં તે ગોલ્ડન ડકનો શિકાર થયો હતો.
રાજસ્થાન સામેની મેચમાં વિરાટે એક બાઉન્ડ્રી સાથે ગેમની શરૂઆત કરી હતી. પણ બીજી ઓવરમાં પ્રસિદ્ધ કૃષ્ણાના બોલમાં તે આઉટ થઈ ગયો હતો.પુલ કરવાના ચક્કરમાં વિકેટ ગુમાવી હતી. બોલ પોઈન્ટ પર રહેલા રિયાન પરાગે એ બોલ પકડી લીધો હતો. નાનકડી ઈનિંગ્સમાં કોહલી માત્ર 10 બોલ જ રમી શક્યો હતો. જેમાં તેણે માત્ર 9 રન કર્યા હતા. જેમાં બે બાઉન્ડ્રીનો પણ સમાવેશ થાય છે. અત્યાર સુધી બેટિંગના દ્રષ્ટિકોણથી કોહલી ત્રીજા ક્રમે બેટિંગ કરી રહ્યો હતો. પણ આ વખતે તે ઓપનિંગ કરવા માટે આવ્યો હતો. પણ જોઈએ એટલો સ્કોર બનાવી શક્યો નથી.

વિરાટ કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ સાથે ઓપનિંગ કરવા માટે મેદાને ઊતર્યો હતો. પણ આ વખતે પણ જોઈએ એટલો કોઈ સ્કોર કરી શક્યો નથી. છેલ્લા લાંબા સમયથી તે એક મોટી ઈનિંગ અને બેસ્ટ સ્કોરની રાહ જોઈને બેઠો છે. પણ આ વેઈટિંગ મોડ વધુ લાંબો થઈ રહ્યો છે. આ વખતેની ટુર્નામેન્ટમાં તે બેસ્ટ સ્કોર કરવા માટે તક શોધી રહ્યો છે. અત્યાર સુધીમાં વિરાટે આ ટુર્નામેન્ટમાં કુલ 9 મેચ રમી છે.
જેમાં કુલ માત્ર 128 રન કર્યા છે. હાલમાં તે કોઈ જોઈએ એવો સ્કોર કરી શક્યો નથી. અશ્વિન-કુલદીપ સેન સામે બેંગલોર ઘૂંટણીયે થઈ ગયું હતું. જ્યારે રાજસ્થાનનો લાજવાબ વિજય થયો છે. રિયાન પરાગની અડધી સદી બાદ અશ્વિન અને કુલદીપ સેનની લાજવાબ બોલિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ T20 ક્રિકેટ ટુર્નામેન્ટની 15મી સિઝનમાં પોતાની વિજયકૂચ જાળવી રાખી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરને 29 રને પરાજય આપ્યો હતો.

