HomeGujaratપીએસઆઈની પ્રિલિમનરી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, 4311 ઉમેદવારો પાસ

પીએસઆઈની પ્રિલિમનરી પરીક્ષાનું રિઝલ્ટ જાહેર, 4311 ઉમેદવારો પાસ

ગુજરાતના કુલ 312 પરીક્ષા કેન્દ્રો પર 96 હજારથી વધુ ઉમેદવારોએ પીએસઆઈની પ્રિલિમનરી પરીક્ષા આપી હતી. આજે આ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. મુખ્ય પરીક્ષા માટે કુલ 4311 ઉમેદવાર ક્વૉલિફાય થયા છે. જેમાં 2939 પુરુષ ઉમેદવાર ક્વૉલિફાય થયા છે. પુરુષ જનરલ કેટેગરી માટે કટ ઓફ માર્ક્સ 75 છે.

પુરુષ ઈડબલ્યુએસ માટે કટ ઓફ માર્ક્સ 70.50 છે. ઈડબલ્યુએસ કેટેગરીમાં 295 પુરુષ ઉમેદવાર ક્વૉલિફાય થયા છે. પરિણામ જાહેર થતાની સાથે જ ગણતરીની મિનિટોમાં https://psirbgujarat2021.in/ વેબસાઈટ ક્રેશ થઈ હતી.

વિકાસ સહાય અંગત કારણોથી 15 દિવસની રજા પર હતા. જેના કારણે પીએસઆઈની ભરતીનું પરિણામ જાહેર કરવામાં મોડું થયું હતું. રજા પરથી બે દિવસ પહેલા ફરજ પર હાજર થયા હતા. તેમણે ટ્વિટ કરીને 72 કલાકમાં પરિણામ જાહેર કરવા અંગે જાણ કરી હતી. પીએસઆઈમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે.

હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW