HomeGujaratCentral Gujaratલીમખેડાના દુધિયા પાસે ટ્રક અને કાર અથડાતા માતા-પુત્રીના મોત, બેને ઈજા

લીમખેડાના દુધિયા પાસે ટ્રક અને કાર અથડાતા માતા-પુત્રીના મોત, બેને ઈજા

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દુધિયા ગામ નજીક ટ્રક અને કાર વચ્ચે જીવલેણ અકસ્માત થયો છે. જેમાં માતા-પુત્રીનું મોત થયું છે જ્યારે બે વ્યક્તિને ગંભીર ઈજા થઈ છે. મહિલા અને તેની બે વર્ષની બાળકી ઘટના સ્થળે જ મોતને ભેટ્યા છે. ઈજાગ્રસ્તોની દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર ચાલું છે. લીમખેડા તાલુકાના દુધિયા નજીકથી પસાર થઈ રહેલા હાઈવે પર જ્યારે એક ટ્રક અને કાર જઈ રહ્યા હતા. એ સમયે બંને વાહનો અથડાતા જીવલેણ અકસ્માત થયો હતો.

આ અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ નીકળી જતા મધ્ય પ્રદેશના એક પરિવારને મોટી ઈજા પહોંચી હતી.આ પરિવાર મધ્ય પ્રદેશના થાંદલા નજીક રહેતો હતો. મૃતકોમાં 29વર્ષના પ્રેમીલા કાળુભાઈ ડામોર અને બે વર્ષની દીકરી નયનાનો સમાવેશ થાય છે. હાથ પગ તથા માથાના ભાગે ગંભીર ઈજા થતા ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા છે.જ્યારે બે વ્યક્તિઓને ગંભીર ઈજા થતા ઝાયડસ હોસ્પિટલે ખસેડાયા છે. અકસ્માતને પગલે લોકોનું ટોળું ઉમટી પડ્યું હતું. પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી અને કાયદેસરના પગલાં લીધા હતા.પોલીસે ટ્રક ચાલકની તપાસ કરવા માટે ચક્રો ગતિમાન કરી દીધા છે. આ ઉપરાંત કેસ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અકસ્માત એટલે શક્તિશાળી હતો કે, કારના બોનેટથી લઈને ડ્રાઈવર સીટ સુધીના ભાગનો કુડચો બોલી ગયો હતો. આગળથી ગાડીના કાચ તૂટી ગયા હતા. જ્યારે બંને સાઈડના દરવાજા તૂટી ગયા હતા. જ્યારે ટ્રકનું કેબિન સાઈડનું ટાયર નીકળી ગયુ હતું.

અકસ્માતને કારણે રસ્તા પર લાંબા સમય સધી ટ્રાફિક જામ રહ્યો હતો. વાહનોના થપ્પા હાઈવે પર જોવા મળ્યા હતા. પોલીસે ઘટના સ્થળે આવીને ટ્રફિક ક્લિયર કરાવ્યો હતો. રાજ્યમાં માર્ગ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ખાસ કરીને બોર્ડરને જોડતા રસ્તાઓ અને હાઈવે પર ટ્રક પુરપાટ વેગે દોડતા હોય છે. એવમાં જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે કોઈનો જીવ જાય છે. આ અકસ્માત બન્ને વાહનો પૂરઝડપે અથડાયા હતા. જેમાં કારનો ખુડદો બોલી ગયો હતો.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW