HomeGujaratપ્રિયંકા ગાંધી મે મહિનામાં આવશે ગુજરાત, કોંગ્રેસના મહિલા સંમેલનને સંબોધશે

પ્રિયંકા ગાંધી મે મહિનામાં આવશે ગુજરાત, કોંગ્રેસના મહિલા સંમેલનને સંબોધશે

વિધાનસભાની ચૂંટણી પહેલા જ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને આપ દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર આરંભી દેવાયો છે. આગામી મે મહિનામાં કોંગ્રેસના પ્રિયંકા ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે. ચાર ઝોનમાં યોજાનારા મહિલા સંમેલનમાં ઉપસ્થિત રહીને મહિલાઓને સંબોધન કરશે.

કોંગ્રેસના સુત્રો તરફથી જાણવા મળ્યું છે કે, આગામી સમયમાં આણંદ અને ખેડા જિલ્લાની સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી મહિલાઓનું સંમેલન યોજાશે. ગુજરાત કોંગ્રેસ દ્વારા મહિલા સમેલન અંગેની તૈયારીઓ શરૂ કરાઇ છે. સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલી 20 હજારથી વધુ મહિલાઓનું સંમેલન યોજવાની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના ચાર ઝોનમાં અલગ અલગ સંમેલનો યોજવાનું કોંગ્રેસનુ આયોજન છે. આ વખતે ભાજપને હરાવવા માટે કોંગ્રેસ પોતાના સ્ટાર પ્રચારક અને યુવાનોમાં લોકપ્રિય બનેલા પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં મોટી જવાબદારી સોંપી શકે છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુ બેઠકો અંકે કરવા માટે કોંગ્રેસે પ્રિયંકાને પોતાની તમામ તાકાત લગાવી દેવા માટેની સૂચના આપી છે. સૂત્રો કહે છે કે પ્રિયંકા ગાંધી મે મહિનાના અંતમાં મધ્ય ગુજરાતમાં આવશે અને પ્રદેશના નેતાઓ અને આગેવાનો સાથે ચર્ચા કરશે. તેમજ ભાજપ સામે કઈ રીતે જીતી શકાય તેનું માર્ગદર્શન આપશે. ઉપરાંત કયા જિલ્લામાં અને કયા વિસ્તારોમાં કોંગ્રેસની સ્થિતિ નબળી છે તેની વિગતો મેળવશે. ત્યારબાદ ભાજપના મજબૂત ગણાતા કેટલાક વિસ્તારોમાં જાહેર સભા પણ યોજાશે. પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવે તે માટેનું આયોજન હાથ ધરાઇ રહ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW