HomeGujaratહીટ એન્ડ રન / ગોંડલમાં કારે એક્ટિવા અને બાઈકને હડફેટે લઈ દુકાનમાં...

હીટ એન્ડ રન / ગોંડલમાં કારે એક્ટિવા અને બાઈકને હડફેટે લઈ દુકાનમાં ભટકાઈ, એકનું મોત

ગોંડલમાં હીટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. જેમાં વિક્રમસિંહજી કોમ્પલેક્સ રોડ ઉપર બેફામ આવેલી લક્ઝરી કારે એક્ટિવા અને બાઈકને હડફેટે લીધા છે. જેમાં એકનું મોત નીપજ્યું છે. ઘટનાબાદ ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ફરાર કારચાલકને શોધવા માટે કાર્યવાહી હાથ ધરી છે.

ગોંડલ શહેરના વિક્રમસિંહજી કોમ્પ્લેક્સ રોડ પર સવારના ભાગે પૂરપાટ વેગે આવતી એન્ડેવર કારે 1 બાઇક અને 1 એક્ટિવાને અડફેટે લઇ સીધી સામેની દુકાનમાં ઘૂસી હતી, જ્યાં ઊભેલા 70 વર્ષીય વૃદ્ધ ઇકબાલભાઈ ઈસ્માઈલભાઈ મુકાતી પર કાર કાળ બનીને ત્રાટકી હતી, જેને પગલે ઇકબાલભાઈનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.

આ બનાવ બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માતને પગલે ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયાં હતાં. હાલ પોલીસ ઘટનાસ્થળે પહોંચી છે અને વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકના મૃતદેહને પીએમ અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW