મોરબી જિલ્લાને જાહેર કરાયેલ મેડીકલ કોલેજ તાપી જિલ્લાને ફાળવી દેવામાં આવી છે. જયારે મોરબીમાં ખાનગી મેડીકલ કોલેજ શરુ કરવાની સરકાર દદ્વારા દરખાસ્ત કરવામાં આવી છે અને અખબાર માધ્યમથી મોરબીની મેડીકલ કોલેજ માટે એજન્સી પાસે જાહેરાત મગાવવામાં આવી હતી.આ જાહેરાતનો ઠેર ઠેર વિરોધ થઇ રહ્યો છે અને મોરબીની જનતા સાથે સાથે રાજકીય પક્ષ પણ મેદાનમાં આવી ગયા છે મોરબીમાં કોંગ્રેસ દ્વારા છેલ્લા 5 દિવસથી શનાળા રોડ ખાતે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા પાસે ધરણા કરવામાં આવી રહ્યા છે. પ્રથમ દિવસે મોરબી જિલ્લાના આગેવાનો દ્વારા સુત્રોચ્ચાર અને ધરણા કર્યા હતા

બાદમાં આજે કોંગ્રેસ દ્વારા આજે ધરણા સ્થળ પર યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને રાજ્ય સરકારને ભગવાન સદબુદ્ધિ આપી મોરબીને ફરી સરકારી મેડીકલ કોલેજ પરત કરે તેવી ભગવાન પાસે પાર્થના કરી હતી. આ યજ્ઞમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલ, ગુજરાત કોંગ્રેસ મહામંત્રી મનોજ પનારા, રાજુભાઈ કાવર,મહેશભાઈ રાજ્યગુરુ, કે.ડી.પડસુમ્બિયા, સહિતના કોંગ્રેસ પક્ષના આગેવાનોં અને કાર્યકરો હાજર રહ્યા હતા અને સરકારદ્વારા આગાઉ જે ગ્રીન ફિલ્ડ સરકારી મેડીકલ કોલેજ આપે તેવી ભગવાન સદબુદ્ધી આપે તેવી પ્રાર્થના કરી હતી


