મોરબીમાં 31 માર્ચના રોજ દલવાડી સર્કલ પાસે આંગડીયા પેઢીના કર્મચારીઓ સાથે રૂ 1.19 કરોડની દિલધડક લુટની ઘટના બની હતી આ બનાવમાં પોલીસે અગાઉ 3 જેટલા આરોપીઓને ઝડપી લીધા હતા તેમજ લૂટ કરાયેલ ૧.19 કરોડમાંથી 79 લાખ પરત મેળવી લીધા હતા આ બનાવમાં વધુ એક આરોપી સુરેન્દ્રનગરના ધજાળા નજીક આવલે કસવાડી ગામમાં યોજાયેલ લોક ડાયરામાં આવ્યો હોવાની મોરબી એલસીબીની ટીમને બાતમી મળી હતી જેના આધારે મોરબી એલસીબીની ટીમ સ્થાનિક પોલીસને સાથે રાખી આરોપીને પકડવા પહોંચી હતી. પોલીસે જેવા આરોપીને પકડ્યો કે તુરત ડાયરામાં હાજર અન્ય લોકોએ હોબાળો મચાવવાનો શરુ કરી દીધો હતો અને તેમાંથી 150 જેટલા લોકોના ટોળાએ મોરબી એલસીબી અને સ્થાનિક પોલીસની ટીમ પર હુમલો કરી તેની સાથે ઝપાઝપી તેમજ મારમારી કરીહતી જેમાં ત્રણ પોલીસ ના કર્મચારીઓને ઇજાઓ પહોંચવા પામી છે તેમને નજીકની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા લીંબડી ડિવિઝનના ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે પોલીસ ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે
ઉલ્લેખનીય છે કે ચાલુ ડાયરામાં મોરબી પોલીસ આરોપીઓને પકડવા આવી હતી તે સમયે આરોપીઓને પકડ્યા બાદ ડાયરામાં માથાકૂટ સર્જાતા પોલીસ અને સ્થાનિક લોકો વચ્ચે ઘર્ષણ થયું છે ઘર્ષણ ના પગલે ત્રણ પોલીસ કર્મચારીઓને ઇજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.આ બનાવમાં હવામાં 2 રાઉન્ડ ફાયરીંગ થયાની પણ ચર્ચાએ જોર પકડ્યું છે
બનાવ બાદ ધાજાળા પોલીસે આઠ લોકો સામે નામ જોગ મુખ્ય આરોપી તરીકે દાખલ કરવામાં આવ્યો છે અને 150 થી વધુ લોકો સામે શંકાની ધોરણે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ મામલે સ્થાનિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે ડાયરામાં આ માથાકૂટમાં ત્રણ પોલીસ કર્મીઓને પણ ઇજા થઇ છે ત્યારે આ મામલે આગળની કાર્યવાહી સ્થાનિક પોલીસે અને લીમડી ડીવાયએસપી દ્વારા હાથ ધરવામાં આવી છે જોકે હાલમાં તમામ આરોપી નાસી છૂટવા પામ્યા છે કોઈ પણ આરોપી પોલીસ સકંજામાં થી દુર છે અને ઝડપાયો પણ નથી મુખ્ય આઠ લોકો સામે અને અન્ય 150 થી વધુ લોકો સામે પોલીસ ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી સ્થાનિક પોલીસે હાથ ધરી છે.


