જામનગર નજીક આવેલા ખટિયા અને સાજડીયારી ગામના રસ્તા ઉપર દીપડાએ દેખા દેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ત્યાંથી પસાર થઈ રહેલી કારના ચાલકે વીડિયો ઉતારવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અંગેનો વીડિયો સોશયલ મીડિયામાં વાઈરલ થયો છે.

કારની અંદર બેઠેલા લોકોએ રસ્તા પરનો વીડિયો ઉતારતા હતા, ત્યારે અચાનક દીપડો દેખાયો હતો. દીપડો દેખાતાની સાથે જ ગાડીમાં સવાર લોકોએ ગાડી રીવર્સ લઈ બાવળની ઝાડી સામે ઉભી રાખી લાઈટ મારતાં દીપડો બાવળની ઝાડીમાં બેઠેલો દેખાયો હતો. ત્યારબાદ થોડી વાર પછી ચાલ્યો ગયો હતો. ફરી પાછો દીપડો રોડ પર લટાર મારવા નીકળ્યો હતો અને ઝાડીમાં ઘુસી ગયો હતો. જામનગરથી 45 કિલોમીટર દૂર આવેલા ખટિયા અને સાજડીયારીના રસ્તા વચ્ચે દીપડો દેખાતા વન વિભાગ દોડતો થયો છે.

