બુલેટ ટ્રેનની ટ્રાયલ 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હાથ ધરવામાં આવશે જે વિમાનની ટેકઓફ ઝડપની તુલનામાં છે. આ ટ્રાયલ ગુજરાતમાં બિલીમોરા અને સુરત વચ્ચે 2026માં કરવામાં આવશે, કેમ કે તે સમયે આ ટ્રેક પૂર્ણ થયો હશે.બુલેટ ટ્રેનમાં ઓછો ચેકઇન સમય હશે. પગ પાસે જગ્યા વધારે હશે અને વધુ કનેક્ટિવિટી મળશે. જો કે તેની ઓપરેટીંગ સ્પીડ 320 કિલોમીટર પ્રતિકલાક રહેશે. ટ્રેન સ્પેશ્યલ ટ્રેક પર દોડશે જેને સ્લેબ સિસ્ટમ કહેવામાં આવે છે અને તે જાપાનીઝ દ્વારા પેટર્ન કરાયેલા ટ્રેકના નિર્માણ માટે એચએસઆર ટેકનોલોજી તરીકે જાણીતી છે.
બુલેટ ટ્રેનની સેવા ઇકોનોમિ ક્લાસ ફ્લાઇટના સમાન ભાડામાં રહેશે અને તેમાં ફ્રી લગેજની મર્યાદા ઉંચી હોવાની સંભાવના છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ પ્રોજેક્ટને ઝડપી બનાવવાની સૂચના આપવામાં આવી છે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં 99 ટકા જમીન સંપાદન પ્રક્રિયા પૂર્ણ થઇ છે.

