મોરબીને મળનારી સરકારી મેડીકલ કોલેજ રાજ્ય સરકાર દ્વારા તાપી જિલ્લાને ફાળવી દેવામાં આવી છે તો મોરબીમાં ખાનગી સંસ્થા સંચાલિત બ્રાઉન મેડીકલ શરુ કરવા દરખાસ્ત કરવામાં આવતા મોરબીમાં ઠેર ઠેર વિરોધનો સુર ઉઠ્યો છે ત્યારે કોંગ્રેસે દ્વારા જિલ્લાને સરકારી મેડીકલ કોલેજ આપવાની માંગ સાથે સરદાર બાગ ખાતે ધરણા કરવા આવી રહ્યા છે. સાથે સાથે કોંગ્રેસ આગેવાનો દ્વારા મોરબીની જનતાની સુખાકારી અને મેડીકલ ક્ષેત્રમાં પોતાની કારકીર્દી બનાવવા માંગતા છાત્રોના ભવિષ્ય માટે આંદોલનમાં જોડાવવા અપીલ કરી હતી ત્યારે બીજા દિવસે મોરબી વકીલ મંડળ ના પૂર્વ પ્રમુખ ની આગેવાની માં વકીલો હાજર રહી ટૅકો જાહેર કરેલ સાથે ટંકારા તાલુકા ના બેતાલીસ ગામના અલગ-અલગ ક્ષેત્ર સાથે જોડાયેલ આગેવાનો ઘરણા પ્રદર્શનમાં જોડાયા હતા. અને મોરબીને ખાનગી મેડીકલ કોલેજ આપવાના સરકારના નિર્ણય આપવા સામે વિરોધ કર્યો હતો અને મોરબીને સરકારી મેડીકલ કોલેજ આપવાની ઉગ્ર માંગ કરી હતી


