HomeGujaratજામનગરમાં રાજવી પરિવાર સાથે PMએ કરી ખાસ મુલાકાત, આયુર્વેદ યુનિ. સાથે છે...

જામનગરમાં રાજવી પરિવાર સાથે PMએ કરી ખાસ મુલાકાત, આયુર્વેદ યુનિ. સાથે છે જૂનો સંબંધ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જામનગર નજીક નિર્માણ પામનાર ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું. વડાપ્રધાન મોદી જામનગર પહોંચ્યા બાદ સૌથી પહેલા રાજવી પરિવાર જામસાહેબ શત્રુશલ્યસિંહજી સાથે મુલાકાત કરી હતી. બંને વચ્ચે 15 મિનિટ વાતચીત થઈ હતી. જેમાં આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનની વાતો પણ વાગોળી હતી.

WHOનું એક માત્ર સેન્ટર જામનગરને પ્રાપ્ત થયું છે. જામનગરમાં ૧૯૬૭ માં ગુજરાત આયુર્વેદીક યુનિવર્સિટીની સ્થાપના થઈ.જામનગરના રાજવી પરિવાર દ્વારા આ યુનિવર્સિટી માટે જગ્યા ફાળવવામાં આવી જે તે સમયમાં જામનગરના રાજવી પરિવારના જામ જુવાનસિંહજી વૈદ્ય હતા.આયુર્વેદીક યુનિવર્સિટીની લાયબ્રેરીની બિલ્ડિંગમાં તેઓ પોતાની ડીસ્પેન્શરી ચલાવતા હતા.તેમના ઉદાર વિચારણા કારણે તેઓએ વિચાર્યું કે આ યુનિવર્સિટી વિશ્વફલક પર ફેલાય અને દરેક બ્રાન્ચના સારા નિષ્ણાંતો આ યુનિવર્સિટી સાથે સંલગ્ન થાય અને આ યુનિવર્સિટીમાં તેમનો અભ્યાસક્રમ થાય અને એ જ અભ્યાસક્રમની મદદથી જ આપણે આયુર્વેદ અને આપાણી ધરતીના સાયન્સને બીજા સાયન્સ સાથે જોડી શકીએ અને તેને આપણે વધુ ફેલાવી શકીએ તેવા વિચાર સાથે આ યુનિવર્સિટીની શરૂઆત કરાઈ હતી.

જે તે સમયના ડોકટર પીએમ મહેતા જેઓ એલોપેથીક સાયન્સના નિષ્ણાત હતા. તેઓ પણ આ ટીમમાં સામેલ થયા હતા અને ત્યારબાદ ગુલાબકુંવરબા અને રાજવી પરિવાર દ્વારા સાથે મળી અને આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. વિશ્વની એક માત્ર આયુર્વેદિક યુનિવર્સિટીનો પાયો વર્ષો પહેલા જામનગરમાં નખાયો હતો. તે એક માત્ર કારણ છે કે WHOનું ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીશીન માટે જામનગરની પસંદગી કરાઇ છે.

સંજોગોની વાત એ છે કે જામનગરમાં GCET ની જામનગરના રાજવી પરિવારના જામ જુવાનસિંહજીની જે ડિસ્પેન્સરી હતી તેની બાજુમાં જ WHOને ઓફિસ માટે જગ્યા ફાળવવામાં આવી છે. રાજાશાહીના વખતમાં બનેલ આ આયુ્વેદિક યુનિવર્સિટી જેના કારણે WHO એ ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડીશીન માટે જામનગરની પસંદગી કરી છે. ત્યારે વડાપ્રધાન આ શિલાન્યાસ વિધિ પહેલા જામનગરના રાજવી જામ શત્રુશલ્યસિંહજીની પણ મુલાકાત લીધી હતી અને 15 મિનિટ સુધી વાર્તાલાપ કરી આયુર્વેદ યુનિવર્સિટીના નિર્માણમાં રાજવી પરિવારના યોગદાનને બિરદાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW