HomeGujaratબેટરી ચાર્જિંગ પર હતી, અચાનક આગ લાગતા શૉરૂમમાં 17 ઈ-સ્કુટર બળીને ખાખ

બેટરી ચાર્જિંગ પર હતી, અચાનક આગ લાગતા શૉરૂમમાં 17 ઈ-સ્કુટર બળીને ખાખ

ગરમીની સીઝન શરૂ થતા ઈલેક્ટ્રિક વ્હીકલ્સમાં આગ લાગવાની ઘટના અવરનવાર સામે આવી રહી છે. તાજેતરમાં સામે આવેલા કિસ્સામાં તો ઈલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપની ઓકિનાવા ઓટોટેકના એક શૉરૂમમાં અચાનક આગ ભભુકી ગઈ હતી. જેમાં કુલ 17 ઈ સ્કુટર બળીને ખાખ થઈ ગયા હતા. આ ઘટના તમિલનાડું રાજ્યની છે. તમિલનાડુંના પોરૂર કુંદરાતુર સ્થિત શૉરૂમમાં ઈ બાઈક્સની બેટરી ચાર્જિંગ પર હતી. જેમાં ક્ષણભેરમાં આગ લાગી જતા ગણતરીની સેકન્ડમાં આખા શૉરૂમમાં આગ પ્રસરી ગઈ હતી.

અહીં એક ગ્રાહકે પોતાની ઈ બાઈકની બેટરી અહીં ચાર્જમાં મૂકી હતી. આ આગમાં પાંચ નવા ઈ સ્કુટર અને સર્વિસ માટે આવેલા 12 જૂના ઈ સ્કુટર બળીને ખાખ થઈ ગયા હતા. પોલીસે આ ઘટનાને લઈને કેસ નોંધ્યો છે. ગુનો નોંધીને જવાબદાર સામે તપાસ ચાલું કરી દીધી છે. આગ લાગ્યા બાદ શૉરૂમમાંથી ધુમાડાંના ગોટેગોટા જોવા મળ્યા હતા. જેને જોઈને લોકો થોડા સમય માટે ભયભીત થઈ ગયા હતા. પોલીસની મદદથી ભીડને ઘટના સ્થળેથી દૂર કરવામાં આવી હતી. રાહતની વાત એ છે કે, આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નથી. સ્થાનિકોની મદદથી આગ પર કાબુ કરી લેવામાં આવ્યો હતો. પણ આ ઘટનામાં આખો શૉ રૂમ બળીને ખાખ થઈ ગયો હતો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઓકિનાવાએ પોતાના 3215 Okinawa Praise Pro Scootersને રીકોલ કર્યો હતો. ઈલેક્ટ્રોનિક સ્કુટર Okinawa Praise Pro Scooters અંગે કંપનીએ કહ્યું હતું કે, તાજેતરમાં આગ લાગવાની ઘટના બાદ સ્વેચ્છાએ મોડલ પાછા ખેંચી લેવામાં આવ્યા હતા. કંપનીએ ઉમેર્યું કે, ગ્રાહકોની સુરક્ષા માટે ઈ સ્કુટર પાછા ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બેટરી સાથે જોડાયેલી ખામીને દૂર કરવા માટે કંપનીએ આ પગલું ભર્યું હતું.

દેશમાં ગરમીની સીઝન શરૂ થયા બાદ ઈલેક્ટ્રિક સ્કુટરમાં આગ લાગવાની આ છઠ્ઠી મોટી ઘટના છે. આ પહેલા પણ ઓકીનાવાના ઈ સ્કુટરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. તા.26 માર્ચના રોજ ઓકિનાવાના સ્કુટરમાં આગ લાગવાની ઘટના બની હતી. જે ચાર્જિંગ સમયે બેટરી ફાટતા પિતા અને પુત્રનું મોત નીપજ્યું હતું. ગત મહિને પૂણેમાં રસ્તાના કિનારે પાર્ક Ola S1 Pro ઈ સ્કુટરમાં આગ લાગી ગઈ હતી. આવી ઘટનાઓ સામે આવ્યા બાદ નીતિ આયોગના CEO અમિતાભ કાંતે કહ્યું હતું કે, ઈલેક્ટ્રિક વ્હીકલ્સ સંબંધીત ગાડીઓ પાછી મંગાવી લેવી જોઈએ. સરકારે આવા કેસને ધ્યાને લઈને બંને કંપનીઓની ટેકનિકલ ટીમ સાથે બેઠક કરીને ટ્રાંસફર કરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW