કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસથી ચાલતી મેડીકલ કોલજ 2020માં 8 જિલ્લામાં મંજુર થઇ હતી આ 8 જીલ્લામાં એક જીલ્લો મોરબીનો સમાવેશ થયો હતો જે તે સમયે પેટા ચુંટણીમાં ભાજપે તેનો ભરપુર પ્રચાર પણ કર્યો હતો.જોકે મોરબી જિલ્લાને ફાળવવામાં આવેલ સરકારી ગ્રીન ફિલ્ડ મેડીકલ કોલેજ છેલ્લી ઘડીએ ખાનગી સંસ્થાને સાથે રાખી શરુ કરવાનો નિર્ણય લેતા મોરબી જીલ્લામાં બ્રાઉન ફિલ્ડ મેડીકલ કોલેજની જાહેરાત કરવામાં આવતા મોરબીવાસીઓ સાથે સરકાર દ્વારા છેતરપીડી કરવામાં આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય લોકોથી લઇ રાજકીય પક્ષોમાં નારાજગી જોવા મળી રહી છે અને તેનો વિરોધ ઉઠવાની શરૂઆત થઇ ચુકી છે તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા સિવિલ હોસ્પિટલ બહાર ધરણા અને દેખાવ કરવામાં આવ્યા હતા હવે આ વિરોધમાં કોંગ્રેસ પણ જોડાયું છે અને આજે જિલ્લા કોંગ્રેસ દ્વારા આ અંગેજાહેરાત કરવામાં આવી છે કે મોરબી જીલ્લામાં આગામી મંગળવારથી ૬ દિવસ સુધી મોરબીના સરદાર બાગ ખસામે આવેલ સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સામે ડધરણા કરવામાં આવશે અને મોરબીને થયેલા અન્યાયનો વીરોધ કરવામાં આવશે સાથે સાથે મોરબીને જ સરકારી મેડીકલ કોલેજ જ મળવી જોઈએ તેવી માગણી કરવામાં આવશે. આ ધરણામાં મોરબી જિલ્લાની ૪ નગરપાલિકા તેમજ 5 તાલુકા પંચાયત વિસ્તારમાં આવતા કોંગ્રેસના કાર્યકરો એક પછી એક એમ જોડાશે અને સરકારના આ નિર્ણય સામે જોરદાર વિરોધ કરશે તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ પટેલે જણાવ્યું હતું


