HomeGujaratતું મારી ગર્લફ્રેન્ડ બની જા,પતિ તને ખુશ નથી રાખતો એવું કહી સસરાએ...

તું મારી ગર્લફ્રેન્ડ બની જા,પતિ તને ખુશ નથી રાખતો એવું કહી સસરાએ…

સૌરાષ્ટ્રના જામનગર શહેરમાંથી શરમજનક ઘટના સામે આવી છે. જેમાં સંબંધોની મર્યાદા પાર થઈ ગઈ છે. પિતા સમાન સાસરે પુત્રવધૂ પર પોતાની હવસભૂખ કાઢી હતી. જામનગર શહેરના પોશ વિસ્તાર પાસે આવેલી એક સોસાયટીમાં રહેતા આધેડે એની પુત્રવધૂ પર નજર બગાડતા ત્રણથી ચાર વખત કુકર્મ કર્યું હતું. જે અંગે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાને લઈને સમગ્ર જામનગરમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ સસરાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

પીડિતાના લગ્ન વર્ષ 2002માં થયા હતા. લગ્ન બાદ સંતાનમાં એમનો એક દીકરો થયો હતો. પુત્રજન્મ બાદ પતિ સાથે તકરાર થતાં પીડિતા રીસામણે ચાલી ગઈ હતી. માતાનો મૃત્યું બાદ વર્ષ 2017માં સાસરા પક્ષ સાથે સમાધાન થયા બાદ તે પરત સાસરે રહેવા માટે આવી ગઈ હતી. પતિ સાથે ઝઘડા થતા પતિ નાના ભાઈ સાથે રહેવા માટે ચાલ્યો ગયો.પછી પતિ ત્યાંથી ક્યાંક જતો રહ્યો હતો. આમ મહિલા એના પુત્ર સાથે એકલી હોવાથી સુરત રહેતા સસરા-સાસુ એની સાથે રહેવા માટે આવી ગયા હતા. વર્ષ 2019માં કોરોનાકાળ વખતે સાસુ પરત સુરત રહેવા માટે જતા રહ્યા હતા. એ પછી સસરા રાતના સમયે મહિલાના રૂમમાં આવીને પાણી ન આવતું હોવાનું કહી ટાંકામાં જોવા આવ્યા. પીડિતા એ વખતે નીચે ગઈ આ દરમિયાન સસરાએ કહ્યું કે, તું મને બહું ગમે છે, તુ મારી ગર્લફ્રેન્ડ બની જા. તારો પતિ તને ખુશ નથઈ રાખતો. પણ હું તને એની ખામી થવા નહીં દઉં. એવું કહીને જબરદસ્તી કરી હતી. આ સાથે ધમકી આપી હતી કે, બૂમો પાડીશ તો દીકરાને જાનથી મરાવી નાંખીશ. આવું કહીને હવસખોર સસરાએ ચાર વખત કુકર્મ કર્યું હતું.

સસરાની આવી હરકતથી કંટાળીને મહિલાએ અન્ય સ્થળે રહેવા માટે જવાનું યોગ્ય માન્યું. પછી મહિલા સસરાથી અલગ રહેતી થઈ. પછી પીડિતાએ પોતાની સાથે થયેલા કુકર્મની જાણ પોલીસને કરી હતી. જામનગર સિટી બી ડિવિઝનના PI કે.જે.ભોયે મહિલાનું નિવેદન નોંધી હવસખોર સસરાની ધરપકડ કરીને કાયદેસરની પૂછપરછ શરૂ કરી દીધી છે. સસરા સામે કુકર્મનો ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW