દેશના વડાપ્રધાન જ્યારે પણ કોઈ બાળકોને મળે છે ત્યારે એની સાથેની એક યાદી પોસ્ટ કરે છે. હાલમાં આવો જ એક બનાવ મોરબીની દીકરી સાથે બન્યો. મોરબીના જિલ્લા પંચાયત ઉપપ્રમુખ જનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલાની દીકરી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે દિલ્હીમાં મુલાકાત કરી. આ દરમિયાન ઉપપ્રમુખની દીકરીએ મહીસાસુર મર્દિની સ્ત્રોત પણ મોદીને સંભળાવ્યો હતો.
આ મુલાકાતમાં વડાપ્રધાન મોદીએ મોરબી સાથેની જૂની યાદો જીગ્નેશભાઈ સાથે વગોળી હતી. મોરબી સાથેની અતૂટ લાગણીને તાજા કરી છે. એમના દીકરી રાગીએ મહિષાસુર મર્દિની સ્ત્રોત પ્રધાનમંત્રી મોદીને સંભળાવતા નરેન્દ્ર મોદી ખુશ થઈ ગયા હતા. મોરબીમાં ચાલી રહેલા વિકાસના કામો અને જરૂરી વ્યવસ્થાની ખાસ ચર્ચાઓ પણ આ મુલાકાત દરમિયાન કરી હતી. મોરબીવાસીઓના પીવાના પાણી અને ખેડૂતોના સિંચાઈના પાણી માટેની પણ પૂછપરછ કરી હતી. આ ઉપરાંત કોરોના બાદની મોરબીની સ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ સિવાય મોરબીમાં વિદ્યાર્થીઓ તેમજ લોકોની પાયાની સુવિધાઓ પણ આગામી સમયમાં ક્યાં સ્તરે વિકસી છે તેની વિગત લીધી છે.
મોરબીની હાલની ભૌગોલિક અને રાજકીય સ્થિતનો પણ ચિતાર મેળવ્યો હતો. આ સમયે મોરબી જિલ્લા પંચાયત ના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા ,તેના પતિ અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશ ભાઈ કૈલા અને તેની દીકરી સાથે પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વધુ એક સ્મૃતિ બાંધી.

