Tuesday, October 28, 2025
HomeGujaratCentral Gujaratહાર્દિકે કહ્યું, 2022-24 બંને ચૂંટણી લડીશ,સુપ્રીમે સજા પર સ્ટે આપ્યો કહ્યું આ...

હાર્દિકે કહ્યું, 2022-24 બંને ચૂંટણી લડીશ,સુપ્રીમે સજા પર સ્ટે આપ્યો કહ્યું આ કામ હાઈકોર્ટનું હતુ

દેશની સુપ્રીમ કોર્ટે પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા રમખાણ તથા આગજની પરની અપીલ પર ચૂકાદો ન આવે ત્યાં સુધી હાર્દિક પટેલની સજા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે એવી પણ સ્પષ્ટતા કરી છે કે, ગુજરાત હાઈકોર્ટે સજા પર રોક લગાવવાની જરૂર હતી. જે હાર્દિક પટેલ અને કોંગ્રેસ માટે ખરા અર્થમાં સારા વાવડ છે. જેનાથી હવે હાર્દિક પટેલનો ચૂંટણી લડવાનો માર્ગ મોકળો થયો છે.

વીસનગર ખાતે થયેલા રમખાણ મામલે કોર્ટે હાર્દિક પટેલને બે વર્ષની સજા ફટકારી હતી. જેમાં હાલમાં હાર્દિક પટેલ જામીન પર મુક્ત થયો હતો. પણ દોષિત હોવાને કારણે ચૂંટણી લડી શકે એમ ન હતા. આ જ કારણોસર હાર્દિક પટેલ સજા પર સ્ટે લાવવા માંગે છે. જેથી તે ચૂંટણી લડી શકે. આવું જ બન્યું છે. હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એકે પટેલને આ કેસમાં બે વર્ષની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે એમની સાથે રહેલા 14 આરોપીઓને મુક્ત કરાયા હતા. તા.23 જુલાઈ 2015ના રોજ વીસનગરમાં આ રમખાણની ઘટના બની હતી. ગુજરાતમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં રાજ્ય સરકારે 2015ના પાટીદાર અનામત આંદોલનના સંદર્ભમાં નોંધાયેલા 10 કેસ પાછા ખેંચી લીધા છે. તે

સમયે આંદોલનનું નેતૃત્વ કરી રહેલા હાર્દિક પટેલ સહિત અનેક આંદોલનકારીઓ સામે રાજ્યના વિવિધ ભાગોમાં અનેક કેસ નોંધાયા હતા. બાદમાં હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા. આ નિર્ણય બાદ હાર્દિક પટેલે કહ્યું હતું કે, આંદોલનને લગતી તમામ બાબતો પરના કેસ ભાજપ સરકારે પાછા ખેંચી લેવા જોઈએ અને પાટીદાર યુવાનોને રાહત આપવી જોઈએ. હકીકત એવી પણ છે કે, પાટીદાર આંદોલનના યુવા ચહેરા અત્યાર રાજકારણમાં સક્રિય થયા છે. જુદા જુદા રાજકીય પક્ષોમાં જોડાઈને મહત્ત્વનું પદ સંભાળી રહ્યા છે.

જેમાં ગોપાલ ઈટાલિયા, રેશમા પટેલ, નિખિલ સવાણી, અતુલ પટેલ, દીલિપ સાબવા તેમજ ધાર્મિક માલવિયાનો સમાવેશ થાય છે. જ્યારે હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ અધ્યક્ષ છે. જ્યારે ગોપાલ ઈટાલિયા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે. વર્ષ 2015માં હાર્દિક પટેલની GMDC ગ્રાઉન્ડમાં સભા બાદ ગુજરાતભરમાં હિંસા ફાટી નીકળી હતી. જેમાં કુલ 14 પાટીદાર યુવાનોના મોત નીપજ્યા હતા. અમદાવાદથી શરૂ થયેલી આ હિંસા આખા ગુજરાતમાં પ્રસરી હતી. પાટીદારોને OBC હેઠળ અનામત આપવાની માંગ સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ એક પ્રકારનું દબાણ ઊભું થયું હતું.

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,150SubscribersSubscribe

TRENDING NOW

You cannot copy content of this page